અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ છેલ્લા થોડા સમયથી ધીમી ચાલતી હતી. છેલ્લા અઠવાડિયે રાજ્યના અમુક જ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો હતો. જો કે ભારે વરસાદ છેલ્લા અઠવાડિયે ભાગ્યે જ જોવા મળ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં ચોમાસનું જોર વધ્યું છે.
ભારેથી અત્યંત ભારે વરસાદ: ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં ભારે તેમજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ એટલે કે 17 જુલાઇએ ગુજરાતનાં છ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જેમાં દ્વારકા, જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
ભારે વરસાદનું પૂર્વાનુમાન: બીજા દિવસે પણ આ સ્થિતિ યથાવત રહેશે. એટલે કે 18 જુલાઇએ પણ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં ભારે તેમજ અત્યંત ભારે વરસાદનું પૂર્વાનુમાન છે.
Rainfall Warning: Gujarat on 19th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 17, 2024
वर्षा की चेतावनी: 19 जुलाई 2024 को गुजरात में :#gujarat #weatherupdate #rainfallwarning @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/71n0Qgsynl
ઓરેંગ અલર્ટ: જ્યારે ભારતીય હવામાન વિભાગ અનુસાર, 19 જુલાઇએ ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ઉત્તર-પૂર્વ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. પૂર્વાનુમાન અનુસાર 115.6 થી 204.4 મિલીમીટર (4.5 ઇંચ થી 8 ઇંચ) વરસાદ વરસશે.