ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વોટર સ્પોટ્સ માટે વપરાતી ક્લાસ c ની બોટો માટેના સુદ્રઢ નિયમન સંચાલન અને સુરક્ષા નક્કી કરવા માટે મુસદ્દારીપ નિયમો બહાર પાડી તે બાબતનું જાહેરનામું પ્રસિદ્દ થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર મારફતે વાંધા અથવા સૂચનો આમત્રિત કરેલ છે જે સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમો આખરી કરવામાં આવશે.
મુસદ્દારૂપ નિયમોની મુખ્ય વિશેષતાઓ:
સલામતીના ઉત્તમ ધોરણો: બોટિંગ કામગીરી માટે ખાનગી સંસ્થાઓ સહિતના સંચાલકો માટે સલામતી ધોરણોનું સખ્ત પાલન કરવા માટે કડક જોગવાઈઓ સૂચિત કરવામાં આવેલ છે.
નોંધણી અને દેખરેખની પ્રક્રિયા: જિલ્લા કલેકટર વોટર સ્પોટ્સ હસ્તકની નોંધણી અને કામગીરીની દેખરેખ રાખવાની રહેશે જયારે સર્વે ગુજરાત મેરિટાઇમ બોર્ડના સર્વેયર દ્વારા હાથ ધરવામાં આવશે.
કેટેગરી C જહાજોનું વ્યાપક નિયમન: મુસદ્દારૂપ નિયર્મોના વ્યાપમાં 10 મીટર કરતા ઓછી લંબાઈ ધરાવતા પ્લેઝર ક્રાફટ/બોટ અને અન્ય જળ રમત ક્રાફ્ટ/બોટનો સમાવેશ થાય છેઃ
નિયમોનો વ્યાપ: ગુજરાતના અંતર્દેશીય જળ, જેમાં નદીઓ, સરોવરો, જળાશયો અને દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. નિયમોના ઉદ્દેશ્ય જળ રમતગમતની પ્રવૃત્તિઓનું સુદ્રઢ નિયમન, સંચાલન અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
નવા નિયમોની મુખ્ય વિશેષતાઓઃ
1. પ્રોત્સાહન અને સલામતીઃ સલામતી અને સુરક્ષા પ્રોટોકોલ્સને મજબૂત કરવા માટે મજબૂત પગલાંની સાથે, યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ સાથે બોટિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવો.
2. બચાવ અને રાહત વ્યવસ્થાઓ: કટોકટીમાં ઝડપથી પ્રતિસાદ આપવા માટે પર્યાપ્ત બચાવ અને રાહત પદ્ધતિઓની જોગવાઈ કરવી.
3. અસરકારક અમલીકરણ ફ્રેમવર્ક: અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે કડક જોગવાઈઓનો સમાવેશ કરવો, સંબંધિત વિભાગો અને એજન્સીઓને જવાબદારીઓ સોંપવી અને સંકલન મિકેનિઝમ સ્થાપિત કરવું.
4. નિયમોના ઉલ્લંધન સબબ દંડની જોગવાઈ: ઉલ્લંઘનને રોકવા અને સલામતી ધોરણોનું પાલન લાગુ કરવા માટે દંડની રૂપરેખાની સાથોસાથ બોટિંગ ઓપરેટરોમાં જવાબદારી સુનિશ્ચિત કરવાની જોગવાઈઓ કરવી.
સરકારી ગેઝેટમાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળ https://pnt.gujarat.gov.in/ અને https//gmbports.org/એમ બન્ને વેબસાઈટ્સ પર પણ આ નિયમો ઉપલબ્ધ છે.