ETV Bharat / state

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સપરિવાર હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે મિર્ઝાપુરમાં મતદાન કર્યુ - Gujarat Governor Acharya Devvrat

હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યુ હતું. તેમણે મતદાન સંદર્ભે લોકોને અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ, ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગીણ વિકાસ માટે તમારા મતનો અવશ્ય ઉપયોગ કરો. Gujarat Governor Acharya Devvrat Voted Today Mirzapur Kurukshetra Haryana

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 5:01 PM IST

હરિયાણાઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે મિર્ઝાપુરમાં મતદાન કર્યુ હતું. તેમને સપરિવાર મતદાન કર્યુ હતું. રાજ્યપાલ દેવવ્રતે નાગરિકોને મતદાન સંદર્ભે અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ, ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગીણ વિકાસ માટે તમારા મતનો અવશ્ય ઉપયોગ કરો.

બુથ નંબર 157માં મતદાનઃ આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકતંત્રના મહાપર્વમાં એક નાગરિક તરીકેના તેમના કર્તવ્યોનું પાલન કરતાં આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં બુથ નંબર 157માં મતદાન કર્યુ હતું.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

મતદાનની અપીલઃ મતદાન મથકમાંથી બહાર આવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ભારતના સંવિધાને પ્રત્યેક વયસ્ક ભારતીયને મત આપવાનો અધિકાર આપ્યો છે. એટલે આપણું નૈતિક કર્તવ્ય છે કે, રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રના ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે મતદાન અવશ્ય કરો. જીવનમાં અનેક કામો આપણી અગ્રતાના હોય છે. પરંતુ મતદાનના દિવસે અગત્યના અનેક કામો છોડીને પણ નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરતાં અવશ્ય મતદાન કરવું જોઈએ. હું પણ મતદાન માટે જ આજે ગુજરાતથી અહીં હરિયાણા આવ્યો છું. આવો, લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લો અને નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરો.

છઠ્ઠા તબક્કાનું મતદાનઃ આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકતંત્રના મહાપર્વમાં એક નાગરિક તરીકેના તેમના કર્તવ્યોનું પાલન કરતાં આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં બુથ નંબર 157માં મતદાન કર્યુ હતું.

  1. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કો, 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 44.58 ટકા મતદાન - Lok Sabha Election 2024 Phase Six
  2. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીએ કર્યુ મતદાન, તો કેજરીવાલ આપશે કોંગ્રેસને મત, જાણો કોણ કરશે ક્યાંથી મતદાન ? - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.