અમદાવાદ: ગુજરાતના દ્વારકાથી ATS દ્વારા પાકિસ્તાન માટે કામ કરનાર ભારતીય જાસૂસ પકડવામાં આવ્યો હતો. દીપેશ ગોહિલ નામનો વ્યક્તિ જે ઓખામાં કોસ્ટગાર્ડની સાઈટ પર કામ કરતો હતો. અને ફેસબુકના માધ્યમથી પાકિસ્તાની નેવી ઓફિસર સાહિમા સાથે સંપર્કમાં આવ્યા બાદ થોડાક પૈસાની લાલચમાં ભારતીય કોસ્ટગાર્ડ અને તેના કેટલાક વિડીયો પાકિસ્તાન મોકલતો હતો. જોકે ATS દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે અને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફેસબુકના માધ્યમથી પાકિસ્તાની એકાઉન્ટના સંપર્કમાં આવ્યો
આ અંગે આજે અમદાવાદમાં ATSના SP, કે. સિદ્ધાર્થે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિપેશ ગોહિલ, ઓખા જેટી પાસે કોર્ટગાર્ડમાં મળેલા કોન્ટ્રાક્ટમાં આ એક કર્મચારી છે. ત્યાં 3 વર્ષથી કામ કરે છે. પાછલા 7 મહિના અગાઉ તેને ફેસબુકમાં સાહિમા નામની પાકિસ્તાની મહિલાના એકાઉન્ટમાં રિક્વેસ્ટ આવી હતી. જે તેણે સ્વીકારી હતી. બાદમાં તે ફેસબુકથી વાતચીત કરવા લાગ્યો. બાદમાં બંનેએ નંબર એક્સચેન્જ કર્યા. પછી થોડી વાતચીતમાં તેને માલુમ પડ્યું કે સાહિમા નામની મહિલા પાકિસ્તાની નેવીમાં કામ કરે છે. તે મહિલાએ વેલ્ડિંગનું કામ કરતા દીપેન પાસે કોસ્ટકાર્ડમાં કામ કરતા લોકોની શિપનું સ્થાન અને નામ માગ્યું હતું.
થોડા પૈસા માટે દેશ સાથે કરી ગદ્દારી
તેમણે આગળ કહ્યું કે, આ કામ માટે રોજના હિસાબથી 200 રૂપિયા આપવામાં આવશે. છેલ્લા 7 મહિનામાં અમને 42 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું માલુમ પડ્યું છે. જે તેના ત્રણ મિત્રોના બેંક એકાઉન્ટમાંથી મળ્યું હતું. તેના હિસાબથી અમે તેની પૂછપરછ કરી અને ફોનની તપાસ કરી હતી કોસ્ટ ગાર્ડની સેન્સિટિવ માહિતી આપવામાં આવતી હતી. ફોનમાં આસિમા નામની મહિલાનું IP એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું હતું, અને યુવકને પોતે ભારતીય કોસ્ટ ગાર્ડની માહિતી આપવી ન આપવી જોઈએ તેની જાણ હતી. હવે આરોપી યુવકને પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: