સુરત: હાલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. તેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે. વિશ્વભરના 100 માંથી 90 હીરા કટીંગ અને પોલિશિંગ સુરત શહેરમાં થાય છે. પરંતુ છેલ્લા બે આંતરરાષ્ટ્રીય સ્તરે યુરોપ અમેરિકા અને રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિને લઈ હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ છે. અન્ય દેશોમાં પોલિશ ડાયમંડની ડિમાન્ડની વચ્ચે ખાસ કરીને અમેરિકા સૌથી મોટો બાયર છે. તેમ છતાં ત્યાં હાલ ફુગાવાની સ્થિતિ સારી ન હોવાથી ત્યાં પણ ખરીદી નીકળી નથી, જેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગમાં જોવા મળી રહી છે.
દિવાળી સુધી તેજીની શક્યતા નહીંવત: આ સમગ્ર મામલે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડાયમંડના ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી યુરોપ અને અમેરિકામાં જે હાલની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે અને આ સ્થિતિ આવનાર દિવાળી સુધી સુધરે તેવી શક્યતા જોવામાં આવી રહી નથી. વિદેશમાં પોલિશ ડાયમંડની માંગ વધશે ત્યારે સ્થિતિ સામાન્ય થશે. જેના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગમાં જે હાલની પરિસ્થિતિ છે તેમાં સુધારો થશે.
રત્ન કલાકારોની કાળજી લેવા માટે જણાવવામાં આવ્યું: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ સુરત ખાતે જેટલા પણ નાના મોટા હીરાના કારખાનાઓ છે. તેમને મંદીના અનુરૂપ રત્ન કલાકારોને વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી તેમને કોઈપણ પ્રકારે મુશ્કેલી ન થાય. અને તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થાય. આવી પરિસ્થિતિ ઉદ્યોગો બહાર ભવિષ્યમાં આવી શકે છે. હાલ વેકેશન 20 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.