ETV Bharat / state

ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, વાવાઝોડા જેવો દૃશ્યો સર્જાતા અફરા-તફરી મચી - UNSEASONAL RAIN WITH HEAVY WIND - UNSEASONAL RAIN WITH HEAVY WIND

રાજકોટના ઉપલેટા શહેર તેમજ આસપાસના પંથકની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ક્યાંક ધીમો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. વધુ જુઓ આ અહેવાલમાં.

ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાવાઝોડા જેવી પરિસ્થિતિ
ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાવાઝોડા જેવી પરિસ્થિતિ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 7:23 AM IST

ઉપલેટા શહેરમાં કમોસમી વરસાદ (ETV Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા શહેરમાં બુધવારે સવારે સૂર્ય નારાયણ દેવ અગ્નિવર્ષા કરી રહ્યા હતા, ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. આ બદલાયેલા વાતાવરણમાં સાંજના છ વાગ્યા બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો અને ભારે પવનના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર અફરા તફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદ પણ શરૂ થયો હોવાનું પણ સામે હતું.

વાવાઝોડા જેવો દૃશ્યો સર્જાયા
વાવાઝોડા જેવો દૃશ્યો સર્જાયા (ETV Bharat Gujarat)

કડાકા-ભડાકા સાથે વરસાદ: સોમવારે રાત્રિના સમયે ઉપલેટામાં અચાનક ભારે પવન શરૂ થયો હતો. ઉપરાંત, ભારે પવનની સાથે સાથે વરસાદે પણ કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી હતી, ત્યારે સોમવારે રાત્રિના વરસાદને લઈને ઉપલેટામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ઘણા ખરા વિસ્તારોની અંદર વીજળી ગુલ થવાની પણ ફરિયાદો આવતા તંત્ર દ્વારા તુરંત વીજળી પુરવઠો પુનઃ શરૂ કરવા માટેની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરી વખત બુધવારે બપોર બાદ અચાનક ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ ચડી ગઈ હતી અને ભારે પવન બાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો અને સાથે જ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ચોમાસા જેવા દ્રશ્યો પણ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના પંથકમાં જોવા મળ્યા હતા.

ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ
ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ (ETV Bharat Gujarat)

ગ્રામ્ય વિસ્તારોમા વાવાઝોડા જેવી પરિસ્થિતિં: જે રીતે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. તે મુજબ રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. અહીં ગત સોમવારે રાત્રિના વરસાદનું આગમન થયું હતું જે બાદ બુધવારે પુનઃ બપોર બાદ વરસાદે અફરા તફરી મચાવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉપલેટા શહેર તેમજ આસપાસના પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોર બાદ ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં પવનની સાથે ગાજવીજ કરતો કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, સાતવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ઉપલેટા આસપાસના પંથકના ગામોમાં પણ ઘણા ગ્રામ્ય વિસ્તારની અંદર કરા સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. કમોસમી વરસાદને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળ્યું છે.

  1. પોરબંદરના બરડા પંથકમાં વીજળી પડતાં 2ના કરુણ મૃત્યુ, પંથકમાં ચકચાર મચી ગઈ - Porbandar Barada
  2. રાજકોટમાં હોર્ડિંગ્સ કેટલા જોખમી અને તંત્રએ આ દિશામાં કયાં પગલાં ભર્યા છે ? જાણો ETV BHARATના રિયાલિટી ચેકમાં - Rajkot Hoardings Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.