અમદાવાદ:નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. બજારોની અંદર લોકોના ટોળેટોળા ખરીદી માટે ઉમટી પડ્યા છે. ત્યારે દર વર્ષની જેમ અમદાવાદના એક યુવક દ્વારા એક અનોખી પ્રકારની પાઘડી બનાવવામાં આવી છે, જેણે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
અમદાવાદી યુવક અનુજ મુદલિયાર દ્વારા છેલ્લા સાત વર્ષથી અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બનાવવામાં આવે છે, ત્યારે આ વખતે તેના દ્વારા આત્મનિર્ભર ભારત થીમ ઉપર પાઘડી બનાવવામાં આવી છે.
પાઘડીનું વજન 4 થી 5 કિલો: ETV BHARAT સાથે ખાસ વાત કરતા અનુજ મુદલિયાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડી બનાવે છે. આ વખતે પણ તેમના દ્વારા 'આત્મનિર્ભર ભારત' થીમ પર પાઘડી તૈયાર કરવામાં આવી છે જેનું અંદાજિત વજન 4 થી 5 કિલો જેટલું છે. ઉપરાંત તેઓ જણાવે છે કે આ પાઘડી બનાવવામાં અંદાજિત 35 થી 40 હજારનો ખર્ચ થયો છે.
'આત્મનિર્ભર ભારત' થીમ ઉપર બનાવવામાં આવેલી આ પાઘડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક નાનકડી પ્રતિમા મૂકવામાં આવી છે. સાથે કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં થયેલો રેપ કેસ પણ ચિન્હિત કરવામાં આવ્યો છે. ડાયમંડ સિટી સુરત પણ આ પાઘડીમાં દર્શાવવામાં આવી છે. સાથે પાઘડીની શોભા વધારવા માટે ભરતકામ, આભલા અને મોરલા પણ ચીતરવામાં આવ્યા છે.
અનુજ જાતે પાઘડી બનાવે છે: દર વખતે પોતાની અનોખી પાઘડીથી ઓળખાતા અનુજ મુદલિયાર પોતાની પાઘડી જાતે બનાવે છે. નવરાત્રી તહેવાર નજીક આવતા 3 - 4 મહિના પહેલા જ તેઓ પાઘડી બનાવવાની શરૂઆત કરી દે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે દેશમાં જે ઘટનાઓ બનતી હોય છે અને દેશમાં જેની ચર્ચા થતી હોય છે તે ઘટનાઓને આવરીને તેઓ પાઘડી બનાવે છે. આ વખતે તેમને પાઘડી બનાવવા માટે 2.5 થી 3 મહિના જેવો સમય લાગ્યો હતો.
- અત્યાર સુધીમાં અનુજ દ્વારા બનાવવામાં આવેલ અલગ- અલગ પાઘડીઓ
1. 2017 માં GST પાઘડી
આ પણ વાંચો: