ETV Bharat / state

ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો - ganesh utsav 2024 - GANESH UTSAV 2024

ગણેશચતુર્થીના પાવન અવસર પહેલા જીલ્લામાં દૂર દૂરથી મૂર્તિકારો ભગવાન ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે કચ્છ આવતા હોય છે. ભુજમાં આ વખતે મૂર્તિકારોની સંખ્યા ઓછી જોવા મળી છે. બજારમાં પેલા કરતા મૂર્તિઓ ઓછી જોવા મળી છે. ganesh utsav 2024

ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો
ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 4:00 PM IST

ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો (Etv Bharat gujarat)

કચ્છ: ગણેશચતુર્થીના પાવન અવસર પહેલા જીલ્લામાં દૂર દૂરથી મૂર્તિકારો ભગવાન ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે કચ્છ આવતા હોય છે. ભુજમાં પણ રાજસ્થાન અને અમદાવાદથી મોટી સંખ્યામાં કારીગરો ગણપતિની મૂર્તિઓ બનાવવા આવ્યા છે. 1 ફૂટથી માંડીને 12 ફૂટ સુધીની ઊંચાઈ વાળી મૂર્તિઓ બનાવીને તેનું વેંચાણ કરી રહ્યા છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ખૂબ જ મંદી હોવાનું કારીગરો જણાવી રહ્યા છે. આ વખતે ગણેશજીની મૂર્તિને ભગવાન શ્રીરામ, કૃષ્ણ અને શંકર ભગવાનજીના સ્વરૂપ પણ આપવામાં આવ્યા છે. જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો
ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો (Etv Bharat gujarat)

આકર્ષક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બજારમાં આવી: રાજસ્થાન અને અમદાવાદના કારીગરો દ્વારા ગણેશજીની 1થી 3 ફૂટની મૂર્તિઓને આભલા, મોતીકામ, મીરરવર્ક અને સ્ટોન વર્કવાળી આકર્ષક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવી છે. તો ભક્તોની જરૂરિયાત મુજબ ડેકોરેશનમાં કસ્ટમાઈઝેશન પણ કરી દેવામાં આવી રહ્યું છે. ગણપતિજીની મૂર્તિઓ બનાવવા આવેલા મારવાડી વેપારીઓ ભુજમાં સંતોષી માતાના મંદિર પાસે દર વર્ષે માર્ગની બંને તરફ વેપાર કરતાં હોય છે.

વેપારીઓ તેમજ મૂર્તિઓની સંખ્યામાં ઘટાડો: દર વર્ષે અંદાજિત 130 થી 150 જેટલા વેપારીઓ ગણપતિની જુદી જુદી આકર્ષક મૂર્તિઓ બનાવીને અથવા તો ભુજમાં આવીને બનાવતા હોય છે અને ગ્રાહકોની માંગ મુજબ સુશોભિત કરીને વેંચાણ પણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે અંદાજિત 80 જેટલા જ વેપારીઓ આવ્યા હોવાની વાત જાણવા મળી છે. આ વેપારીઓની સાથે સાથે ગત વર્ષે બજાર ઓછી મળવાના કારણે આ વર્ષે મૂર્તિઓની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે.

દેવતાઓના વિવિધ સ્વરૂપની મૂર્તિઓ: આ વર્ષે અયોધ્યા ખાતે વિરાજમાન ભગવાન શ્રીરામની મૂર્તિના બેકગ્રાઉન્ડ અને થીમ જેવી ગણેશજીની મૂર્તિ તેમજ ગણેશજીના પિતા ભગવાન ભોળાનાથના સ્વરૂપની મૂર્તિઓ, ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપની મૂર્તિઓ પણ વેપારીઓ રંગબેરંગી શણગાર સાથે તૈયાર કરી છે. પરંતુ આ તમામ મૂર્તિઓ 7થી 12 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. ત્યારે તેની માંગ ઓછી હોય તેના ભાવ પણ વેપારીઓ દ્વારા ઘટાડી દેવામાં આવ્યા છે.

1 ફૂટથી 12 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓ: છેલ્લા 50 વર્ષથી મૂર્તિકાર તરીકે કાર્યરત જગમાલ મારવાડાએ જણાવ્યું હતું કે, વરસાદના અને વાવાઝોડાના કારણે આ વર્ષે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. તો ભક્તો માટે અને ગણેશ દાદાની પૂજા અર્ચનાને ધ્યાનમાં રાખીને ભાવ ઓછા કરીને પણ વેપાર કરવામાં આવી રહ્યો છે. 1 ફૂટથી 12 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓ અમદાવાદથી લઇ આવ્યા છીએ અને ભુજમાં 4 માસમાં આ મૂર્તિઓ પર કામ કરી તેમાં રંગો કરીને તૈયાર કરી છે. 551 રૂપિયાથી લઈને 21000 રૂપિયાની કિંમત સુધીની મૂર્તિઓ વેંચાણ અર્થે લાવવામાં આવી છે. મહેનત કર્યા બાદ પણ ભાવ તેમજ ગ્રાહકો મળી રહ્યા નથી. આજે સાંજ સુધીમાં ગ્રાહકો વધારે આવે એવી આશા છે.

રૂ. 551 થી 21000 સુધીની મૂર્તિઓ: રાજસ્થાનથી કચ્છ આવેલા મૂર્તિકાર પુરણ રાઠોડ દ્વારા આ વર્ષે મોટાભાગની માટીની મૂર્તિઓ લાવવામાં આવી છે. જેમાં 551 રૂપિયાથી લઈને 7000 રૂપિયા સુધીની 1 ફુટથી 3 ફૂટ સુધીની મૂર્તિઓ લાવવામાં આવી છે. તો સૌ કોઈની નજર ખેંચે તેવી રીતે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓને સ્ટોન, આભલાં, અરીસા અને મોટી દ્વારા સુશોભિત કરવામાં આવી રહી છે.

રંગબેરંગી મોતીવર્ક, સ્ટોન વર્ક અને આભલા અને મીરર વર્ક: ભુજમાં આ વખતે ખાસ કરીને માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ વધારે પ્રમાણમાં લાવવામાં આવી છે અને આવી મૂર્તિઓ પર માત્ર અમુક જ જગ્યાએ માત્ર રંગ કરવામાં આવ્યું છે. જ્યારે મૂર્તિના બાકીના ભાગોમાં રંગબેરંગી મોતીવર્ક, સ્ટોન વર્ક અને આભલા અને મીરર વર્ક કરવામાં આવ્યું છે. જેથી ગણેશજીની આવી મૂર્તિઓ આકર્ષણ વધારી રહી છે.

ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ લેવાનું વધારે પસંદ: ઉલ્લેખનીય છે કે, માટીમાંથી બનાવેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખાસ સાવચેતી રાખવી પડે છે. તેને બનાવવામાં તેમજ તેને એકથી બીજા સ્થળે લઈ જવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વિસર્જન સમયે સહેલાઈથી પાણીમાં ઓગળી જાય છે. માટે લોકો પર્યાવરણની સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આમ તો આ વર્ષે બજારમાં મંદી પણ જોવા મળી રહી છે. પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોથી જે રેગ્યુલર ભક્તો તેમના ગ્રાહક છે. તેઓ પોતાની મૂર્તિ પસંદ કરી અને બુકિંગ પણ કરાવી ગયા છે.

આ પણ વાંચો:

  1. બીગબીની દોહિત્રીના એડમિશન વિશે પુછતા IIM અમદાવાદનું તંત્ર અકળાયું, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે આપ્યા ઉડાઉ જવાબ - IIM Ahmedabad absurd Behaviour
  2. જનતાની સલામતી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગેમિંગ ઝોન માટે કડક નિયમો બનાવ્યા - Gaming Zone Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.