ભાવનગર: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 માં પોરબંદર ખાતે થયો હતો. દેશને આઝાદી અપાવ્યા બાદ ગાંધીજીના જીવન ગાથાને લઈને અનેક લોકો પ્રભાવિત થયા છે. ભાવનગર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિમાં ગાંધીજીના જન્મથી લઈને મરણ સુધીના ફોટો સાથેનો એક સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયની સ્થિતિ અને હાલમાં ત્યાં મહાત્મા ગાંધીની યાદો માટે શું રાખવામાં આવ્યું છે તેને લઈને ETV BHARATએ જાણકારી મેળવી હતી.
ભાવનગરમાં ક્યાં આવેલું સંગ્રહાલય: ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલમાં આવેલા ગાંધી સ્મૃતિમાં બીજા માળ ઉપર વાંચનાલય અને ગાંધીજીના સંગ્રહાલયનો સમાવેશ કરાયેલો છે. ETV BHARAT સ્થળ મુલાકાતે પહોંચ્યું ત્યારે તેને તાળા મારેલા જોવા મળ્યા હતા. જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ સંગ્રહાલય જોવા આવે ત્યારે ખોલી આપવામાં આવે છે. હાલમાં છેલ્લા ઘણા સમયથી નિમ્ન લોકો સંગ્રહાલયની મુલાકાતે આવી રહ્યા છે. ત્યાં કોઈ ચોકીદાર કે વ્યક્તિ નથી. વાંચનલયના કર્મચારી જ તેનું સંચાલન કરે છે.
સંગ્રહલાયની સ્થાપના દેશના પ્રથમ વડાપ્રધાન હસ્તે થઈ: ભાવનગર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિમાં ગાંધીજીના સંગ્રહાલયને લઈને ગાંધી સ્મૃતિના મેનેજર ભુપેશભાઈ શાહે જણાવ્યું હતું કે,'સંગ્રહાલયની ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન જવાલાલ નહેરુ દ્વારા 1955માં કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ અંદાજે 1957 કે 58 માં સરદાર વલ્લભભાઈના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. આ સંગ્રહાલયમાં ગાંધીજીના જન્મથી લઈને મરણ સુધીના ફોટોગ્રાફ સાથેનું સંગ્રહાલય બનાવવામાં આવેલું છે.'
ગાંધીજીએ ઉપયોગ કરેલી ચિઝો સંગ્રહાલયમાં: ગાંધીજીના સંગ્રહાલયની મુલાકાત લેવામાં આવી તો થોડો સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળતો હતો. આ સાથે ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી દરેક ચીજ વસ્તુઓ પણ ત્યાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેમાં તેઓ ઉપયોગ કરતા દાતરડું,ચમચી તેમના ચપ્પલ જેનો ગાંધીજી ઉપયોગ કરતા હતા તેને પણ મૂકવામાં આવેલી છે. ગાંધીજીને જે ગોડસેએ જે પિસ્તોલથી ગોળી મારી હતી, તે પિસ્તોલનો હૂબહૂ નમૂનો પણ મૂકવામાં આવેલો છે.
સંગ્રહાલયમાં ગાંધીજીના પ્રસંગના કેવા ફોટાઓ: દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મથી લઈને તેમના ઘર તેમના માતા પિતા અને ભાવનગરની આલફ્રેડ હાઇસ્કુલ સહિત વિદેશમાં તેમને એલએલબી કર્યું તે ફોટાઓ પણ લેખ સાથે મુકાયેલા છે. આ સાથે ગાંધીજીએ આઝાદીની લડાઈ શરૂ કરી ત્યારે તેમના કેટલાક પ્રસંગોના પણ ફોટા સ્વરૂપે લેખ સાથે રજુ કરાયા છે, તેમાં ગાંધીજીના ગાયના વાછરડા સાથે, ટેલિસ્કોપ નિહાળતા અને તેમના ચાલતા આંદોલનના તેમજ સરદાર વલ્લભભાઈ સાથે લોકોને સંબોધતા ફોટાઓ પણ અહીંયા જોવા મળે છે. ગાંધીજી બાળકો સાથે પણ રમતા હોય તેવા ફોટા પણ રજૂ કરાયા છે. આમ ગાંધી સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન ચરિત્રના ફોટા સાથે ટૂંકમાં કોઈપણ વ્યક્તિ સમજી શકે તે રીતે સંગ્રહાલય બનાવવામાં આવેલું છે.
ગાંધીજીના સર્ટીફીકેત તેમજ મુલાકાતીઓ કેટલા: મેનેજર ભુપેશભાઈ શાહે જણાવ્યું હતું કે,'ગાંધીજીના તમામ જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ ફોટા છે, જેમાં ભાવનગરની સ્કૂલ કોલેજોમાં જ્યાં અભ્યાસ કર્યો છે. એમના હાજરી પત્રકો તેના સર્ટિફિકેટ તો બધું જ હાજરમાં છે, તેમજ ગાંધીજીના પોતાના વણેલા કાપડનો નમુનો, ચપ્પલનો નમુનો પણ છે. પિસ્તોલનો નમૂનો પણ મુકેલો છે વગેરે એના અવશેષો સાથે છે. જેમાં અત્યારે આ ગ્રંથાલયની સાથોસાથ પુસ્તકાલયમાં તમામ મેગેઝીનનો તમામ ન્યુઝ પેપર પણ સાથે છે. એની તો અસંખ્ય માણસો આવે છે.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ કોલેજો થી માંડીને બહારના મહેમાનો પણ ખાસ જોવા માટે આવે છે. આ સાથે ગાંધી સ્મૂર્તિ મ્યુઝિયમની ઉપર અમારું એક કલા કૌશલ્ય આવેલું છે જે ભાવનગર સ્ટેટમાં કુવરીબાની સંસ્થાઓ દ્વારા અમારા ડિપાર્ટમેન્ટનું રીનોવેશન કર્યું છે અને હાલ પણ એ કામ ચાલુ છે અને જેની અંદર અમે આપણા પ્રત્યે વસ્તુઓ બધી મૂકી હતી એને પણ અત્યારે રીનોવેશન પોતે પોતાના ખર્ચે કરે છે .
આ પણ વાંચો: