રાજકોટ: શહેરના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયું હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ચાર બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે કલેક્ટર હજી સુધી માહિતી કોઈ ચોક્કસ માહિતી આપી રહ્યા નથી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે".
વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાળકો 3 અલગ અલગ કારખાનામાં રહે છે, જય આઅ ઘટના બની છે. તેમનું કહેવું છે કે બાળકોની તબિયત ખરાબ થવાનું કારણ પીવાનું પાણી હોઈ શકે છે. ઉત્તમ ડોકટરોની ટીમને અહી બોલાવવામાં આવ્યા છે. હાલ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.