સુરત: ઘર નજીક રમી રહેલી બાળકી અચાનક જ ગાયબ થઈ જતા માતા પિતા ચિંતાતુર થઈ ગયા હતા. સાડા ચાર વર્ષીય બાળકીના માતા-પિતા ચોક બજાર પોલીસ મત કે પહોચ્યા હતા અને બાળકીને ગુમ થવા અંગેની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં પોલીસે તપાસ શરૂ કરી આ વચ્ચે પોલીસને જાણકારી મળી હતી કે વેડ રોડ નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સાડા ચાર વર્ષીય બાળકી લોહી લુહાણ સ્થિતિમાં મળી આવી છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈને ગઈ હતી. આ ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને તેના પ્રાઇવેટ પાર્ટથી ઇજાગ્રસ્ત છે.
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી અંકિતની ધરપકડ
પોલીસે વેડરોડ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી અને આખરે એક સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને પોતાની સાથે લઈ જતો જોવા મળ્યો હતો જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ કરી હતી અને આખરે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી અંકિતની ધરપકડ કરવામાં આવી હતી. અંકિત એમ્બ્રોઈડરી યુનિટમાં મજૂરી કામ કરે છે.
સીસીટીવીમાં એક અજાણ્યા ઇસમ લઈ જતો જોવા મળ્યો
ઇન્ચાર્જ પોલીસ કમિશનર બાબંગ જમીરે જણાવ્યું હતું કે, ફરિયાદીની દીકરી જ્યારે ઘર પાસે રમી રહી હતી ત્યારે રાત્રિ દરમિયાન અચાનક જ ગુમ થઈ ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે સીસીટીવીમાં એક અજાણ્યા ઇસમ લઈ જતો જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. બાળકી અખંડ આનંદ કોલેજ ની પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોહી લુહાણ સ્થિતિમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોય તે રિપોર્ટ આવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આરોપી 29 વર્ષિય અંકિત ઓમ પ્રકાશ ધરપકડ કરી હતી જે મૂળ શિરસા ગામનો રહેવાસી છે. આરોપી છેલ્લા 10 વર્ષથી સુરત ખાતે રહે છે અને એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં મજૂર તરીકે કામ કરે છે. આરોપી જ્યારે પંડોળ વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે ભોગ બનનાર બાળકીને એકલી રમતા જોઈ તેને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.