જામનગર: શહેરમાં વધતા જતા આગના બનાવો વચ્ચે સવારે GPCBની કચેરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગને પગલે ફાયર સ્ટાફે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, હજુ આગનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. જામનગરના રામેશ્વર ચોકમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં સવારના સમયગાળા દરમિયાન આગ લાગી હતી.
આગની જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી: આગ લાગવાના પગલે જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરાતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ સહિતનો ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ મામલે કે. કે. બિશ્નોઈના જણાવ્યા અનુસાર GPCBની કચેરીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં 2 ગાડી સાથે સ્ટાફ દોડી આવ્યો હતો. જ્યાં એક ગાડીમાંથી પાણીનું ફાયરિંગ કરી મહામહેનતે આગ પર કાબુ લેવામાં ફાયર સ્ટાફને સફળતા મળે છે. જ્યારે સલામતીના ભાગરૂપે એક ગાડી રિઝર્વ રાખવામાં આવેલી હતી.
આગમાં ફર્નિચર અને અમુક ફાઇલો સળગી ગઇ: જો કે, આગ કાબુમાં આવે તે પહેલા કચેરીમાં રહેલું ફર્નિચર ઉપરાંત અમુક ફાઈલ સહિતની સામગ્રી આગમાં સળગી ગઇ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવ્યા બાદ જ કેટલું નુકસાન થયું અને શું કારણથી આગ લાગી છે? તે અંગે સત્તાવાર વિગતો બહાર આવી શકે છે. આગના કારણ મામલે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હજુ કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે, આ બિલ્ડિંગમાં બાજુમાં ટ્યુશન ક્લાસ ઉપરાંત અનેક એકમો આવેલ છે. જ્યાં આ આગને લીધે કોઇની જાનહાનિ નથી થઇ