જુનાગઢ: સુત્રાપાડા પોલીસ મથકમાં મદદગારીના ગુનામા જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જાળીયા નામના યુવકને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત થયું હતું, જેને લઈને મામલો ગંભીર બન્યો છે. મૃતક નરેશ જાળીયા ના પરિવારજનો દ્વારા મૃતદેહ નહીં સ્વીકારવાની ચિમકી આપતા અંતે તાલાલા અને સુત્રાપાડા પોલીસ મથકના છ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
કસ્ટોડિયલ ડેથમાં 6 પોલીસ કર્મી સામે ફરિયાદ: સુત્રાપાડા પોલીસે મથકમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જાળીયા નામના આરોપીને ગુના અને ગુનામાં મદદગારી શબબ આરોપી તરીકે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને થયેલી કેટલીક ઇજા દરમિયાન તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થતા મામલો કસ્ટોડિયલ દેશમાં પરિણમ્યો હતો. આરોપીનું મોત થતા નરેશ જાળીયાના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી આપતા જ ધરણા પર ઉતરી ગયા હતા, ત્યારે મૃતક નરેશ જાળીયાના પરિવારજનોની ફરિયાદને આધારે તાલાલા અને સુત્રાપાડા પોલીસ મથકના 6 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
મૃતકના પિતાની ફરિયાદ: મૃતક નરેશ જાળીયાના પિતા જીવાભાઈ જાળીયા દ્વારા તેમના પુત્રને પોલીસ કર્મચારીઓ દ્વારા બેફામ માર મારવામાં આવ્યો જેના કારણે તેનું મોત થયું છે તે સબબ તાલાલા અને સુત્રાપાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે સુત્રાપાડા પોલીસ મથકના ઇલાબેન કામલીયા સુત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે તાલાલાના આર.એન.જાડેજાની સાથે બકલ નંબર 583,1081 અને 548 ના કર્મચારીઓની સાથે અન્ય પાંચ થી છ અજાણ્યા પોલીસ કર્મચારીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.