ETV Bharat / state

આવ રે વરસાદ.... વરસાદની આતુરતાથી રાહ જોતા પાટણ પંથકના ખેડૂતો - rain in Patan - RAIN IN PATAN

પાટણના રાધનપુર તાલુકાના અમુક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખાસ્સા સમયથી ગરમી પડતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાંધનપુર તાલુકામાં ખેડૂતો વરસાદ પડે તો તેઓ વાવણી કરી શકે તેવું ખેડૂતોએ કહ્યું હતું. rain in Patan

રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે
રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 10:14 AM IST

રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે (Etv Bharat gujarat)

પાટણ: અત્યારે ચોમાસાની ઋતુ આવી ગઈ છે. જેને પગલે પાટણ જિલ્લાના અમુક તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. ત્યારે રાંધનપુર તાલુકાના અમુક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખાસ્સા સમયથી ગરમી પડતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાંધનપુર તાલુકામાં ખેડૂતો વરસાદ પડે તો તેઓ વાવણી કરી શકે તેવું ખેડૂતોએ કહ્યું હતું.

મોંઘા ભાવના બિયારણની ખરીદી શરુ: પાટણમાં અત્યારે વરસાદનું આગમન થઇ ગયું છે ત્યારે ખેડૂતો આ વાતથી ખુશ તો થયા છે. રાંધનપુરના ગામડાઓના ખેડૂતો વરસાદ આવે તે પહેલા જ મોંઘા ભાવના બિયારણ ખરીદવાની કામગીરી શરુ કરી દીધી છે. જેથી જ્યારે વરસાદ આવે એટલે પાકની વાવણી કરવા બિયારણોનો ઉપયોગ થઇ શકે.

ખેડૂતોની વાવણીની તૈયારી: જુવાર, કપાસ, મકાઈ, બાજરી, મગફળી, સહિતના બિયારણોની ખરીદી કરીને ખેડૂતોએ વાવણી માટે તૈયારી કરી છે ત્યારે પંથકમાં વરસાદ આવે તેવી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના બીજા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ખેડૂતો વાવણી પણ કરવા લાગ્યા છે. પરંતુ રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

  1. શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને 30 ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ અપાશે - Shala Pravetsotsav
  2. કાયદો હાથમાં લેનારા લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવ્યો, સરકારી હોસ્પિટલમાં કરી હતી ધમાલ - Porbandar News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.