જૂનાગઢ: સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આજે મોટી સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના ભવનાથમાં રહેતા હરેશ સોલંકી પાસેથી ઉના શહેરમાંથી નકલી ચલણી નોટો બરામદ થઈ છે. સમગ્ર મામલામાં પોલીસે આરોપી હરેશ સોલંકીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉના શહેરમાંથી નકલી નોટ ઝડપાઈ: સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આજે મોટી સફળતા મળી છે પૂર્વ બાતમીને આધારે ઉના શહેરમાંથી નકલી ચલણી નોટ સાથે જુનાગઢના હરેશ સોલંકીને પકડી લીધો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી પૂર્વ બાતમીને આધારે આજે ઉના શહેરમાંથી આરોપીની શંકાસ્પદ હિલચાલને આધારે પોલીસે પુછપરછ કરી હતી. તેની પાસેથી 16 હજાર રૂપિયાની 500ના દરની બનાવટી કે નકલી નોટ પકડી પાડવામાં આવી હતી. હાલ આરોપી પોલીસની પકડમાં છે. પોલીસે તેની વધુ તપાસ પણ હાથ ધરી છે.
આરોપી પર ભવનાથમાં ત્રણ ગુના: ઉના પોલીસની પકડમાં રહેલા આરોપી હરેશ સોલંકી વિરુદ્ધ જુનાગઢના ભવનાથ પોલીસ મથકમાં પ્રોબેશન સહિત ત્રણ ગુના દાખલ થયેલા છે. ત્યારે હાલ તે નકલી ચલણી નોટોના ગુનામાં સોમનાથ પોલીસની પકડમાં છે. સમગ્ર મામલાની વિગતો આપતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોમનાથે્ે જણાવ્યું છે કે, આરોપી હરેશ સોલંકી પાસેથી 500ના દરની 32 નકલી કે બનાવટી ચલણી નોટ મળી આવી છે. સમગ્ર મામલામાં પોલીસ તેની આકરી પૂછપરછ કરી રહી છે નકલી ચલણી નોટના આ કારસ્તાનમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ વધુમાં આ નકલી ચલણી નોટ તે કઈ રીતે મેળવી તેની વિગતો પણ હજુ પોલીસ પૂછપરછમાં બહાર આવી શકે છે. નકલી ચલણી નોટના તાર અન્ય દેશ સાથે જોડાયેલા છે કે કેમ તેને લઈને પણ પોલીસ આગામી દિવસોમાં કોઈ ખુલાસો કરી શકે છે.