ખેડા: ઈનો બનાવતી કંપની સહિત વિવિધ કંપનીઓના બ્રાન્ડના કોપીરાઇટ હકોના રક્ષણ માટે કામગીરી કરતી કંપનીના ઈન્વેસ્ટીગેટીવ ઓફીસર ચિરાગ પંચાલને ખેડાના ગોબલજ ખાતે ગોડાઉનમાં ઈનોનું પેકિંગ કરવામાં આવી રહ્યુ છે. તે બાબતની માહિતી મળતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.
3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: મળેલી માહિતીને આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ અને ખેડા ટાઉન પોલીસના મદદથી ઈન્વેસ્ટીગેટીવ ઓફીસર ચિરાગ પંચાલે રેડ કરી હતી. જેમાં ગોડાઉનમાં ઈનોના પાઉચ પેકીંગ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા. જે ઇનોના પેકીંગના કોપી રાઇટ હકોનો ભંગ થતો હતો અને ગેરકાયદેસર રીતે પેકીંગ થતુ હોવાનુ જણાયુ હતુ.
કોપીરાઈટ ભંગ હેઠળ ગુનો નોંધાયો: જે પેકીંગમાં હલકી કક્ષાનું અને અન્ય મટીરિયલ ભરેલું હોવાનું જણાયુ હતુ. ઈનોનો જથ્થો ડુપ્લીકેટ જણાયો હતો. જેને લઈ ભગવાનરામ રૂપારામ ભાટી (મુળ રહે.રાજસ્થાન, કિતલસર ગામ, ચોકીદારોકા મહો હલા, જી. નાગોર) અને સુર્યપાલ શુભન દુરવે (રહે. મુળ મધ્યપ્રદેશ, તુરસીગામ, પરાસીયા, જી.છીંદવાડા) તેમજ ગોડાઉન ભાડે રાખનાર વિસલપુરવાળા ઈમરામભાઈ અબ્દુલકરીમ શેખ (રહે.અમદાવાદ, નવા ડુંગરપુર, વસંત રજબ ચોકી પાસે, જમાલપુર) વિરુદ્ધ કોપીરાઈટ ભંગ હેઠળ ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો. જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો: ગોડાઉનમાંથી પેકીંગ મશીન, પાઉચ, ઈનો બનાવવા માટેનો પાવડર, પુંઠાના બોક્સ, બોક્સ પેકિંગ કરવાનુ મશીન, ઈનોના પાઉચના લેબલ છાપેલ પ્લાસ્ટીકનો રોલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કુલ રૂ.2,29,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે પણ માતર જીઆઈડીસી ખાતેથી બનાવટી ઈનોના પાઉચ પકડાયા હતા.
આ પણ વાંચો: