અમદાવાદઃ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેસ ઓથેંટીકેશન એપ્લિકેશન લોન્ચ કરાઈ. આ એપ્લિકેશન રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લોકાર્પિત કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
જીએસટી નંબર મેળવવો બનશે સરળઃ રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સ્ટેટ જીએસટી વિભાગ ફેસ ઓથેંટીકેશન એપ્લિકેશન લોન્ચ કરી છે. આ નવી સિસ્ટમથી જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી જીએસટીને લઈને થતા કૌભાંડ પણ અટકશે. અત્યાર સુધી આ પ્રક્રિયા બાયોમેટ્રિક દ્વારા થતી હતી જેમાં ગરીબોને લાલચ આપી આધારમાં મોબાઈલ નંબર બદલી કૌભાંડ કરવામાં આવતા હતા. હવે ગુજરાતમાં GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિફિકેશનથી આધારા બેઝ્ડ આઈડેન્ટિટી વેરિફિકેશન થશે.
સરકારી આવકને થતું નુકસાન અટકશેઃ જરુરિયાતમંદ લોકોના આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખી તેમજ તદ્દન ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટા GST નોંધણી નંબર મેળવવાના અનેક કીસ્સા સરકારના ધ્યાને આવ્યા છે. આવા બોગસ GST નોંધણી નંબરનો ઊપયોગ ખોટા બીલો ઇશ્યુ કરી બોગસ ITC પાસઓન કરવા માટે થતો હતો. આમ થવાથી સરકારી આવકને ખૂબજ નુકસાન થતું હતું. બોગસ બિલીંગની પ્રવૃત્તિને અસરકારક રીતે ડામવા માટે ગુજરાત રાજ્ય વેરા ખાતા દ્વારા GST સેવા કેન્દ્રની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલ છે.
ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટા GST નોંધણી નંબર મેળવવાના અનેક કીસ્સા સરકારના ધ્યાને આવ્યા છે. તેને અટકાવવા માટે હવે ગુજરાતમાં GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિફિકેશનથી આધારા બેઝ્ડ આઈડેન્ટિટી વેરિફિકેશન થશે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા શરુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે...કનુભાઈ દેસાઈ(નાણાં મંત્રી)