સુરત: સાંબરકાઠાના અરવલ્લી જિલ્લામાં પોંજી સ્કીમ અંતર્ગત B.Z ગ્રુપ દ્વારા 6 હજાર કરોડથી વધુની સ્કીમાં હજારો લોકો ભોગ બન્યા છે. ત્યારે આ કરોડો રૂપિયાના કૌભાંડ અંતર્ગત કેટલાય લોકોના પૈસા અટવાઈ ચૂક્યા છે. ત્યારે સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં બે વર્ષ અગાઉ આ સ્કીમ મામલે કેટલાય લોકોએ સ્થાનિક કક્ષાએ પૈસા રોકવા માટે રજૂઆત કરી હતી. સાથે સાથે માસિક 3 ટકાથી લઈને 6 ટકા સુધી ઊંચું વ્યાજ આપવાની રજૂઆત કરી હતી. જોકે એક તરફ લાખો કરોડો રૂપિયા અટવાઈ ચૂક્યા છે. ત્યારે આ મામલે હજારો લોકો પોઝિશનના ભાગીદાર બનવા છતાં હજુ સુધી ખુલીને બહાર આવતા નથી.
શિક્ષકોની સામે થશે કાર્યવાહી: છેલ્લા બે દિવસથી CIDની રેડ બાદ 6 હજાર કરોડની ફરિયાદ થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં હડકંપ સર્જાયો છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા છે. એવી વિગતો બહાર આવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, B.Z ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે. તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.'
પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન અને છબી હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે. તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.'
આ પણ વાંચો: