અમદાવાદ: લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું દેવભૂમિ દ્વારકામાં દરોજ્જ હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે. સરકારે દ્વારકાના વિકાસ માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યોના દાવાઓ પણ કર્યા છે, જૈ પૈકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઓખા અને બેટદ્વારકા વચ્ચે સમુદ્રમાં 950 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ સેતુમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથે અહેવાલો વિવિધ માધ્યમો અને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે દોડતા થયાં છે.
જુઓ ભાજપનું કમલમ કમિશન (ભ્રષ્ટાચાર) મોડલ.
— Gujarat Congress (@INCGujarat) July 24, 2024
5 મહિના પહેલા વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલો દ્વારકા બ્રિજ પહેલા જ વરસાદમાં ભાજપ નો ભ્રષ્ટાચાર દેખાવવા લાગ્યો. pic.twitter.com/XRxfYlBL1o
કોંગ્રેસે સાધ્યું નિશાન: આ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.ગુજરાત કોંગ્રેસે પોતાના આધિકારીક એક્સ હેન્ડલ પર તસ્વીરો શેર કરીને લખ્યું છે કે, 'જુઓ ભાજપનું કમલમ કમિશન (ભ્રષ્ટાચાર) મોડલ.5 મહિના પહેલા વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલો દ્વારકા બ્રિજ પહેલા જ વરસાદમાં ભાજપ નો ભ્રષ્ટાચાર દેખાવવા લાગ્યો'.
Stunning Sudarshan Setu! pic.twitter.com/VpNlb95WMe
— Narendra Modi (@narendramodi) February 25, 2024
મહત્વપૂર્ણ છે કે, દ્વારકા જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે તો કેટલાંક ખેતરોમાં અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાના કેટલાંક ગામોની સ્થિતિ અતિચિંતાજનક બની છે. જિલ્લામાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા અને પરિવહન સેવાને ખુબજ માઠી અસર પડી છે. આ વચ્ચે ઓખા અને બેટદ્વારકા વચ્ચે દરિયામાં હાલમાં નિર્માણ પામેલા સુદર્શન સેતુ બ્રિજમાં ગાબડા પડતા લોકોમાં તંત્ર સામે નારાજગી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ સરકારી અધિકારીઓએ આ અંગેની માહિતી વાયુવેગે પ્રસર્યા બાદ સેતુ પર પડેલા ગાબડા પુરવાની કામગીરીના પ્રયાસો હાથ ધર્યા હતાં.
વડાપ્રધાન મોદીએ કર્યુ હતું બ્રિજનું ઉદ્ઘાટન:
મહત્વપૂર્ણ છે કે, 950 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું પાંચ મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વરસાદમાં બ્રિજ ધોવાઈ જતા કંપનીએ કરેલી કામગીરી પર પ્રશ્નો ઉભા તો બ્રીજ પર ગાબડા પડ્યા હોવાની વિગતો સામે આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે.