દ્વારકા: જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયાના હાઇવે પર બે લોકો નકલી પોલીસના રૂપમાં હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોને લૂંટી રહ્યા હતા. આ વાતની જાણ ખંભાળિયા પોલીસે આ બંને જણને કાર્યવાહી કરી ઝડપી પડ્યા હતા. વાસ્તવમાં વાત એમ હતી કે, જ્યારે ખંભાળિયા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવી હતી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે પોલીસ તરીકેની ઓળખ આપી રુંઆબ જમાવતા નકલી 2 પોલીસ કર્મી ખંભાળિયા - ભાણવડ હાઇવે પર છેતરપિંડી કરી રહ્યા છે.
નકલી પોલીસે કરી લૂંટ: ખંભાળિયાના માંઝા ગામ પાસે હાઇવે પરથી પસાર થતા ટ્રક ચાલકને રોકી પોતે પોલીસ હોવાનું જણાવી પોલીસ તરીકેનું ખોટું આઈડી કાર્ડ દેખાડી વાહન ચાલક પાસેથી તોડ કરેલ છે, ત્યારે ખંભાળિયા પોલીસ સ્થળ પર પહોંચી અને નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થયો હતો. ત્યારે 25 વર્ષીય સામત કરંગીયા જે કોલવાનો રેહવાસી છે તેની સાથે 26 વર્ષીય દિનેશ પરમાર જે ભટગામમાં રહે છે, આ બંને યુવકો નકલી પોલીસકર્મી બની તોડ પાણી કરતા હતા, અને આ કામ કરતી વખતે ખંભાળિયા પોલીસએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ પાસેથી એરગન, બાઈક, પોલીસ રાખે તેવો ધોકો નકલી આઇકાર્ડ સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. સાથે આ બંને વિરુદ્ધ IPCની વિવધ કલમો મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. ઉપરાંત આ નકલી પોલીસે બીજા કેટલા લોકોને લૂંટ્યા છે આ નકલી આઇકાર્ડ ક્યાંથી, કોની પાસે બનાવ્યું છે વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.