નર્મદા: રજવાડી નગરી રાજપીપળા ખાતે વર્ષો પહેલા અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજો વખતે શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલ્વે મંત્રી નારણ રાઠવાની ભલામણથી 800 કરોડના ખર્ચે નવી રેલ્વે લાઇન નાખવામાં આવી હતી. ત્યારે રાજપીપળાથી ચિત્રાવાડી ગામનો અને 450 વર્ષ પૌરાણિક હનુમાન ધર્મેશ્વર મંદિર જવાનો માર્ગ બંધ થઇ ગયો હતો. પછી પોઇચાવાળો રસ્તો ખુલ્લો કરવા ગરનાળું બનાવતા ફરીને જવા માટેનો રસ્તો મળ્યો હતો.
રસ્તો ખુલ્લો કરવા લોકોની માંગ
પોઇચાવાળા રસ્તે 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડતું હોય તેવું લોકોએ પણ સ્વીકાર્યું છે. જેથી હાલ સરકારે રાજપીપળા- અંકલેશ્વર રેલ્વે બંધ કરી દીધી છે. 4 વર્ષથી હાલ કોઇ ટ્રેન આવતી નથી. પરંતુ રસ્તો હજુ પણ બંધ છે. ત્યારે આ રસ્તો હાલ ખુલ્લો કરવામાં આવે તો લોકોને અવર જવર કરવામાં સરળતા થઇ જાય તે માટે રેલ્વે વિભાગને માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: