જૂનાગઢ: ઇનર વીલ ક્લબ દ્વારા આજે જૂનાગઢમાં ચિત્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રજાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં બાળકો વર્કશોપમાં સહભાગી બને તે માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ શહેરના 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ કે જે પ્રાથમિક શાળાથી લઈને કોલેજમાં અભ્યાસ કરે છે તેમણે ભાગ લીધો હતો. પોતાની આવડત અને યોગ્યતા અનુસાર ચિત્રો તૈયાર કરીને ખરા અર્થમાં કલાના કામણ પાથરનાર તરીકે દિપાવ્યો હતો.
વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યે આવે જાગૃતિ
આજના પેન્ટિંગ અને ચિત્રકલા વર્કશોપનું આયોજન કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં શાળા અને કોલેજ કક્ષાએ કલા કારીગીરીને લઈને ગુણો વિકસે તેમજ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમાં કલા અખૂટ છે પરંતુ તેને યોગ્ય માધ્યમ નહીં મળતા આ કલા ઉજાગર થતી અટકે છે તેવા પ્રત્યેક વિધ્યાર્થી તેમનામાં છુપાયેલી કલાને પ્રદર્શિત કરવાની તક મળે તે માટે આજનો આ વર્કશોપ ખૂબ જ મહત્વનો સાબિત થશે. આજે 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ચિત્રકલાના એક એક ગુણથી જાણે કે અવગત હોય તે પ્રકારે ખૂબ જ સુંદર ચિત્રો ઉપસાવ્યા હતા.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અને પ્રાણી તેમજ પશુ પક્ષી વિષયો રાખવામાં આવ્યા હતા. તો બીજી તરફ ધોરણ આઠ થી લઈને 12 અને કોલેજના વિદ્યાર્થીઓમાં તેમની રુચિ અને પસંદના વિષયો જેવા કે સ્થાપત્ય આઝાદીના લડવૈયાઓ ભારતમાં જેનું વિશેષ યોગદાન છે તેવા મહાપુરુષોની સાથે અનેક વિસરાઈ ગયેલા સ્થાપત્યોને ચિત્રકલાના વિષય રૂપે આપવામાં આવ્યા હતા. પ્રત્યેક કલાકારે ખૂબ જ મહેનતને અંતે એક સારું ચિત્ર ઉપસારીને સ્થાપત્ય અને જાણે કે કાગળ પર જીવંત બનાવી દીધા હતા.