ETV Bharat / state

ગોવાના મુર્મુગાઓ પોર્ટના ચેરમેનને કંડલા દીનદયાળ પોર્ટના ચેરમેન તરીકે વધારાનો પદભાર સોંપાયો - Kandla Deendayal Port

કચ્છના કંડલા મહાબંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેનનો પ્રતિનિયુક્તિનો કાર્યકાળ પૂર્ણ થતો હોઈ પોર્ટના ચેરમેનનો વધારાનો પદભાર ગોવાના મુર્મુગાઓ પોર્ટના ચેરમેનને સોંપવામાં આવ્યો છે. મુર્મુગાઓ પોર્ટના ચેરમેન ડૉ. વિનોદકુમાર નાનુકટ્ટનને કંડલાના દીનદયાળ પોર્ટના ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગોવાના મુર્મુગાઓ પોર્ટના ચેરમેનને કંડલા દીનદયાળ પોર્ટના ચેરમેન તરીકે વધારાનો પદભાર સોંપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 12:57 PM IST

કચ્છ : ગોવાના મુર્મુગાઓ પોર્ટના ચેરમેન ડો. વિનોદકુમાર નાનુકુટ્ટનને ચાર્જ સોંપવામાં આવ્યો છે. કંડલા મહાબંદર પર ચેરમેન તરીકે આઈ.એફ.એસ.અધિકારી બાદ હવે ઈન્ડિયન પોસ્ટલ સર્વિસના અધિકારી પોર્ટની કમાન સંભાળશે. આ અંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના પીઆરઓ ઓમપ્રકાશ દદલાની પાસેથી મળતી માહિતી મુજબ એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા ચેરમેનની નિયુક્તિ અંગેના આદેશ આજે જારી કરવામાં આવ્યા હતાં, જેમાં મુર્મુગાઓ પોર્ટના ચેરમેન ડો. વિનોદકુમાર નાનુકુટ્ટનને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અન્ય કોઈ આદેશ ન આવે ત્યાં સુધી ડીપીએ ચેરમેન તરીકેનો વધારાનો કાર્યભાર : શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર પી. કે. રોય દ્વારા એક યાદી જારી કરવામાં આવી છે જે પ્રમાણે શિપિંગ મંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવી છે. મુર્મુગાઓ પોર્ટના ચેરમેન ડો. વિનોદકુમાર નાનુકુટ્ટનને 17 એપ્રિલથી 6 મહિના સુધી અથવા જ્યાં સુધી બીજા કોઈ કાયમી ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી અથવા અન્ય કોઈ આદેશ ન આવે ત્યાં સુધી ડીપીએ ચેરમેન તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

5 વર્ષથી એસ.કે.મહેતા બજાવી રહ્યા હતા ફરજ : 5 વર્ષથી ડી.પી.એ. ચેરમેન તરીકે ફરજ બજાવતા એસ.કે. મહેતાનો પ્રતિનિયુક્તિનો કાર્યકાળ 16 એપ્રિલના પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે ડો. વિનોદકુમાર નાનુકુટ્ટન ઈન્ચાર્જ ચેરમેન તરીકે 17ના ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રમોશનનાં કારણે તેમને વધારાના ચાર મહિનાનો સમયગાળો મળશે તેવી શકયતા ઊભી થઈ હતી. પરંતુ 16 એપ્રિલના જ તેઓ પેરાન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પરત જશે.

ઇન્ચાર્જ ચેરમેન 1994ની બેન્ચના ઈન્ડિયન પોસ્ટલ સર્વિસના અધિકારી : ઈન્ચાર્જ ચેરમેન ડો. વિનોદકુમાર નાનુકુટ્ટન વર્ષ 1994ની બેન્ચના ઈન્ડિયન પોસ્ટલ સર્વિસના અધિકારી છે. તેમણે ઈન્ડિયન પોસ્ટલ સર્વિસમાં 28 વર્ષ સુધી દેશના વિવિધ સ્થળે ફરજ બજાવી છે તો વર્ષ 2017થી જોઈન્ટ સેક્રેટરી તરીકેનું તેમને પ્રમોશન મળ્યું હતું.તો હાલના દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે.મહેતાએ કચ્છના બંદર વિસ્તારમાં આવેલ બિપરજોય વાવાઝોડા સમયે પણ ફરજ બજાવીને સામનો કર્યો હતો તો તેમની કાર્યશૈલી પણ પારદર્શી અને લોકઉપયોગી રહી હતી.

  1. New Delhi: ગુજરાત લોજિસ્ટિક્સને "લોજિસ્ટિક્સ કંપની ઑફ ધ યર" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
  2. Vibrant Gujarat Vibrant Kutch : કચ્છ જિલ્લો બન્યો નિકાસમાં નંબર 1, હાલમાં 1.4 લાખ કરોડથી વધુના રોકાણ કાર્યરત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.