નવસારી: જિલ્લામાં ડોક્ટરોની સેવા એક દિવસ માટે બંધ રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલકત્તામાં થયેલી ઘટનાને લઇ વહેલી સવારે 6 વાગ્યાથી લઈને આવતી કાલે 6 વાગ્યા સુધી પોતાની કામગીરી બંધ રાખી છે. IMAમાં રજિસ્ટર્ડ 310 જેટલા ડોક્ટરો OPD તેમજ ઈલેક્ટિવ સર્જરીના કામથી અળગા રહીને માત્ર ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે. આ બંધને કારણે નવસારી જિલ્લામાં હજારો દર્દીઓને હાલાકીનો સામનો થવાની સંભાવના છે. બીજી તરફ નવસારી સિવિલના 60થી વધુ ડોક્ટરો દ્વારા ઓપીડી સેવા કાર્યરત રાખવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલના ડોક્ટરોનો વિરોધ: કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જોકે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે.
દર્દીઓને હાલાકી ન થાય માટે ઇમર્જન્સી સેવા કાર્યરત: ગુજરાત મેડિકલ કાઉન્સિલ સાથે જોડાયેલા નવસારી જિલ્લાના ડોક્ટર એસોસિએશન દ્વારા આજે 24 કલાક માટે OPD ઇલેક્ટિવ સર્જરીની કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સવારે 6:00 વાગ્યાથી 18મી ઓગસ્ટના સવારે છ વાગ્યા સુધી એટલે કુલ 24 કલાક માટે ડોક્ટરો કામગીરીથી અડધા રહેવા સાથે કલકત્તાની નિર્ભયાને સમર્થન આપી રહ્યા છે. જોકે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમર્જન્સી સેવા કાર્યરત રહેશે. આ સાથે જ નવસારી સિવિલ હોસ્પિટલના 60 થી વધુ ડોકટરો સેવામાં કાર્યરત રહેશે તેઓ પણ વિરોધ કરશે પરંતુ કામગીરીથી અળગા રહ્યા નથી.
24 કલાક માટે ઇલેક્ટીવ સર્જરી સંપૂર્ણ બંધ: રમેશ અગ્રવાલ IMA, પ્રમુખ નવસારીએ જણાવ્યું હતું કે, કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ સાથે જોડાયેલા નવસારી જિલ્લાના ડોક્ટર એસોસિએશન દ્વારા 24 કલાક માટે OPD ઇલેક્ટિવ સર્જરીની કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે 6:00 વાગ્યાથી 18મી ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી એટલે કુલ 24 કલાક માટે ડોક્ટરો કામગીરીથી અડધા રહેવા સાથે કલકત્તાની નિર્ભયાને સમર્થન આપી રહ્યા છે. જોકે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમર્જન્સી સેવા કાર્યરત રહેશે. તો સાથે જ નવસારી સિવિલ હોસ્પિટલના 60 થી વધુ ડોકટરો સેવામાં કાર્યરત રહેશે તેઓ પણ વિરોધ કરશે પરંતુ કામગીરીથી અળગા રહ્યા નથી.