ગાંધીનગર: મુખ્યમંત્રી આજે ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે સરગાસણમાં 'નમો નારાયણ રેસિડેન્સી' PMAY કોલોનીની મુલાકાત લેશે અને પરિવારોને વ્યક્તિગત રીતે દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવશે અને તેમની ઉજવણીની ખુશીમાં સહભાગી થશે.
ગુજરાત સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, ફેબ્રુઆરી 2024માં ગાંધીનગરમાં PMAY હેઠળ 1,208 મકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘર મળે તે માટે શરૂ કરવામાં આવી હતી
પ્રકાશનું પર્વ દિવાળી બન્યું છે વિકાસનું મહાપર્વ.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2024
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રજ્વલિત થયો છે અવિરત વિકાસનો દીપ અને ફેલાયો છે સર્વાંગી સુખનો ઉજાસ. pic.twitter.com/zqMfeO5EiF
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે PMAY લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવા માટેની પહેલ કરી છે. 31 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે, મુખ્યમંત્રી ગાંધીનગરના સરગાસણ ખાતે PMAY કોલોની 'નમો નારાયણ રેસિડેન્સી'ની મુલાકાત લેશે, જ્યાં તેઓ વ્યક્તિગત રીતે લાભાર્થી પરિવારોને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવશે અને તેમની ખુશીઓમાં સહભાગી થશે. તો બીજી રાજ્યના અન્ય કેબિનેટ મંત્રીઓ પણ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં PMAY લાભાર્થીઓને મળીને ઉજવણીમાં ભાગ લેશે.
ક્યા મંત્રી ક્યાં કરશે દિવાળીની ઉજવણી ?
- મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડના ભગાડા વાડા ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે દિવાળીની ઉજવણી કરશે.
- મંત્રી ઋષીકેશ પટેલ મહેસાણાના રંગપુર ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે દિવાળી મનાવશે
- મંત્રી રાઘવજી પટેલ જામનગરના બેડી ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે.
- મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર, પાટણમાં PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે દિવાળી પર્વની ખુશીઓ વહેંચશે
- મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીના બાબરા તાલુકાના ખાખરીયા, કરીયાણા અને કુંવરગઢ ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે.
- ડેપ્યુટી ચીફ વ્હીપ કૌશિક વેકરીયા અમરેલી તાલુકાના નાના માચીયાળા ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે.
- મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહાન કાકભાઈ ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે
- મંત્રી કુબેર ડીંડોર મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બકવાડા ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે
- મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટના વાવડી ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે
- મંત્રી હર્ષ સંઘવી સુરતના પાલનપુર ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓને મળશે.
- મંત્રી મુકેશ પટેલ સુરતના વાંકલ ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓને મળશે
- મંત્રી પ્રફુલ પાનશેરિયા PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે NANSAD, સુરત ખાતે ઉજવણી કરશે