ETV Bharat / state

Dhanteras 2024: અભિજીત મુહૂર્તમાં સોમનાથ મંદિરમાં ધનવંતરી જયંતીની કરાઈ ઉજવણી - DHANTERAS 2024

ગઈ કાલે ધનતેસરના પર્વ નિમિતે સોમનાથ મંદિર પરિસરમાં ધનવંતરીના જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવિકોએ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

ધનવંતરીના જન્મોત્સવની ઉજવણી
ધનવંતરીના જન્મોત્સવની ઉજવણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 7:20 AM IST

સોમનાથ: ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીના જન્મોત્સવની ઉજવણી પરંપરાગત રીતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ધનવંતરી જયંતી નિમિત્તે અભિજીત મુહૂર્તમાં ટ્રસ્ટના અધિકારીઓ અને ભાવિકોએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને આવનારુ વર્ષ સમગ્ર ભારતવર્ષ માટે સર્વને નિરામય રહે અને આયુષ્ય સારું રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી.

સોમનાથ મંદિરમાં ધનવંતરી જયંતીની ઉજવણી: ધનતેરસનો દિવસ એ આયુર્વેદના પિતામહ ભગવાન ધનવંતરીનો પ્રાગટ્ય દિવસ છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ પરંપરાગત રીતે ધનવંતરી જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મધ્યાને અભિજીત મુહૂર્તમાં ભગવાન ધનવંતરીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને મંદિરમાં દર્શન માટે આવેલા શિવ ભક્તોએ ધનવંતરી જયંતી નિમિત્તે આયોજિત યજ્ઞ અને પૂજા વિધિમાં ભાગ લઈને ધનવંતરી જયંતીની ઉજવણી શિવ સમીપે કરી હતી.

અધિકારીઓ અને ભાવિકોએ પૂજા વિધિમાં ભાગ લીધો
અધિકારીઓ અને ભાવિકોએ પૂજા વિધિમાં ભાગ લીધો (ETV Bharat Gujarat)
સોમનાથ મંદિરમાં ધનવંતરી જયંતીની ઉજવણી કરાઈ (ETV Bharat Gujarat)

દેવો અને દાનવો વચ્ચે યુદ્ધમાં ધનવંતરીનો પ્રાગટ્ય: સતયુગમાં જ્યારે દેવો અને દાનવો હોય છે. અમૃત મેળવવાને લઈને સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું. આવા સમયે સમુદ્ર મંથનમાં દેવોનો વિજય અને દૈત્યનો પરાજય થતા સમુદ્રમાંથી ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને ધનતેરસના દિવસે પ્રગટ થયા હતા. જેથી ધનતેરસના દિવસે તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. ભગવાન ધનવંતરીને આયુર્વેદના ભીષ્મપિતામહ તરીકે પણ પૂજવામાં આવે છે. તેમજ આયુર્વેદાચાર્ય અને આયુર્વેદના તબીબો પણ ભગવાન ધનવંતરીનું પૂજન કરતા હોય છે.

આ પણ વાંચો:

  1. Dhanteras 2024: અમરેલીના સોની બજારમાં સોનુ ખરીદવા લોકોનું ઘોડાપૂર
  2. દિવાળી, દીવડા અને પાટણના દેવડા, ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે દેવડા મીઠાઈની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.