ETV Bharat / state

મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યુંઃ કહ્યું 'યુવાનો રાષ્ટ્રની ઉર્જા છે' - Independence day 2024 - INDEPENDENCE DAY 2024

મહીસાગર જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ખાનપુર તાલુકા બાકોર- પાંડરવાડા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે આ દરમિયાન કેટલીક મહત્વની બાબતોની વાત પણ કરી હતી...- Independence day 2024

મહિસાગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
મહિસાગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 4:38 PM IST

મહીસાગર: મહીસાગર જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ખાનપુર તાલુકાના કે. એમ દોશી હાઇસ્કૂલ બાકોર- પાંડરવાડા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

કલેક્ટરે ક્રાંતિવીરોના બલીદાનોને યાદ કર્યા

આ પ્રસંગે જિલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતની આન, બાન અને શાન સમાન આ ત્રિરંગાને લહેરાવીને હું ધન્‍યતા અનુભવું છું. રાષ્‍ટ્રને કાજ બલિદાન આપનારા ક્રાંતિવીરો, સ્‍વાતંત્ર્યવીરો અને શહીદો કે જેમને મન માતૃભૂમિની સ્વતંત્રતા એ જ એક માત્ર જીવન લક્ષ્‍ય હતું તે તમામને મારા નત મસ્તક વંદન છે. આઝાદીની ચળવણમાં ભાગીદારી નોંધાવનાર – દેશને કાજ જીવન સમર્પિત કરનાર તમામને યાદ કરવાના આ પર્વને ઉજવવાનો મોકો મળતા મારી જાતને ધન્યવાન ગણું છે. સો પ્રથમ અહીં ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવુ છું.

મહીસાગરમાં ધ્વજવંદન કાર્યક્રમની તસવીર
મહીસાગરમાં ધ્વજવંદન કાર્યક્રમની તસવીર (Etv Bharat Gujarat)

ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અંગે કલેક્ટરે કરી વાત

તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે. આપણાં જિલ્લાના વિકાસની વાત કરવામાં આવે તો લુણાવાડા જિલ્લા કલેકટર કચેરી ખાતે અંદાજિત 110.00 લાખમાં તૈયાર થયેલા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે 24×7 કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે આ ઉપરાંત લુણાવાડા ખાતે આવેલ નવીન જનરલ હોસ્પિટલનું 05 ઓપરેશન થીયેટર, તાત્કાલિક સારવાર વિભાગ સહિતની સેવાઓ સાથેનું બિલ્ડીંગ વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જે હાલમાં કાર્યરત છે અને મહીસાગર જિલ્લાની જાહેર જનતા તેનો લાભ લઇ રહી છે.

આરોગ્ય સેવાઓ અંગે કલેક્ટરે શું કહ્યું?

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે મહીસાગર જિલ્લો છેવાડાના વ્યક્તિઓની દરકાર લઈ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર–માલવણ અને આયુષ્માન આરોગ્ય મંદિર – ઠાકોર ના નાધ્રા નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત નેશનલ લેવલનું સર્ટીફિકેટ મળેલ છે. કિડનીની ગંભીર બિમારીમાં જરૂરી ડાયાલીસીસ સેવા અર્થે દર્દીને બહાર ન જવુ પડે અને આપણા જ તાલુકામાં સેવા મળી રહે તે હેતુસર આપણા જિલ્લામાં કુલ-6 હેલ્થ ફેસીલીટી ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે.

ખેડૂતોને અપાયેલી સહાયની વાત કરી

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 2,21,846 ખેડૂત કુટુંબને નોંધવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડૂતોને વર્ષિક રૂ. 6000 ની ઈનપુટ સહાય રૂ.2000 ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. ગંગા સ્વરૂપા મહિલાઓને સહાયરૂપ થવાના ઉદેશથી અમલીકૃત 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જfલ્લામાં વર્ષ 2023-24 માં 28557 ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે કુલ રૂ. 44.16 કરોડની સહાયની રકમ જે તે લાભાર્થીઓના બેક/પોસ્ટ ખાતામાં DBT મારફતે ચુકવવામાં આવ્યા છે.

'યુવાનો રાષ્ટ્રની ઉર્જા છે'

તેમણે ઉમેર્યું હતું કે, યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે. તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે. દેશના આ પડકારને સ્વીકારીને, આજે આપણે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ એકસાથે આવીએ છીએ અને માત્ર સમુદાય, પરિવાર, મિત્રોને જ નહીં, પરંતુ પોતાને પણ નશાના વ્યસનથી મુક્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ કારણ કે પરિવર્તનની શરૂઆત આપણાથી થવી જોઈએ. તેથી, ચાલો આપણે સૌ સાથે મળીને આપણા જિલ્લા/રાજ્યને નશા મુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ.

કાર્યક્રમમાં કરાઈ આ પ્રવૃત્તિઓ

મહીસાગર જિલ્લા કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન, રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. કલેકટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા.25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, આદિવાસી નૃત્ય સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, અગ્રણી દશરથ ભાઇ બારીયા, નિવાસી અધિક કલેકટર સી.વી. લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ,પ્રાંત અધિકારી આનંદ પાટીલ ,પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ અને જીગ્નેશભાઈ સેવક,તાલુકા પંચાયત પ્રમુખ સહિત આમંત્રિત મહેમાનો બાળકો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

  1. 'આ દેખે જરા કિસ મે કિતના હૈ દમ': બે ડાલામથ્થા શ્વાન સામે નમતુ જોખીને ભાગ્યા - Lions Vs Dogs Fight
  2. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધ્વજવંદનની ખાસ પ્રણાલી શું ? જાણો આ અહેવાલમાં - Independence Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.