બનાસકાંઠા : આજના આધુનિક અને ઈન્ટરનેટના જમાનામાં કોઈપણ સાથે પળવારમાં વાત થઈ જાય છે. જોકે, પળવારમાં અણસમજુ યુવક-યુવતીઓ ઢાઈ અક્ષર પ્રેમમાં બંધાઈને નાનપણથી ઉછેર કરનાર માવતર, ભાઈ-કુટુંબની પરવા કર્યા વગર ભાગી જવાના કિસ્સાનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં બનવા પામ્યો હતો.
ઓનલાઇન પ્રેમ મોંઘો પડ્યો : ઈસ્ટાગ્રામના માધ્યમથી યુવકના પરિચયમાં આવેલી યુવતી તેના મોહજાળમાં ફસાવી ગઈ હતી. બાદમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બદઇરાદે ભગાડી જતાં સમગ્ર ધાનેરા તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, યુવકનો બદ ઈરાદો પાર પડે તે પહેલાં પોલીસે રાજસ્થાનમાંથી યુવકને દબોચી લઈ યુવતીને પરિવારને પરત સોંપી હતી.
યુવતીને ભગાડી ગયો આરોપી : બનાસકાંઠાના ધાનેરામાં રહેતી યુવતી ઈસ્ટાગ્રામ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. આરોપીએ યુવતીના સંપર્કમાં આવી મસમોટી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો. જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતા ધાનેરા પોલીસ પરીસ્થિતિની ગંભીરતાને સમજી એક્ટિવ થઈ હતી. જોકે ધાનેરા પોલીસ યુવક અને યુવતીને પકડે તે પહેલા યુવક ત્યાંથી નાસિ છૂટ્યો હતો.
રાજસ્થાનની હદથી ઝડપાયો : જોકે, આરોપી હોશિયાર હોવાથી તેણે મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો. પરંતુ ધાનેરા પોલીસ છેલ્લા એક માસથી IMAના આધારે વોચમાં હતી. આખરે પોલીસની સતત પ્રયત્નો થકી માહિતી સામે આવતા ધાનેરાથી 150 કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી દીકરીને પરત લાવવામાં આવી હતી અને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: