ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના રુપા મોરા ગામે શ્વાનોના જીવલેણ હુમલાથી 11 વર્ષીય બાળકીનું કરુણ મૃત્યુ - Devbhoomi Dwarka - DEVBHOOMI DWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપા મોરા ગામે 11 વર્ષીય બાળકીને શ્વાનોએ બચકા ભરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું કરુણ મૃત્યુ થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Devbhoomi Dwarka

શ્વાનોના જીવલેણ હુમલાથી 11 વર્ષીય બાળકીનું કરુણ મૃત્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 4:38 PM IST

Updated : Apr 8, 2024, 5:43 PM IST

દેવભૂમિ દ્વારકાઃ ભાણવડ તાલુકાના રુપા મોરા ગામે કમકમાટી ભર્યો બનાવ બન્યો છે. આ બનાવમાં શ્વાનોએ 11 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘાયલ બાળકીને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

વાડીમાં શ્વાનોએ કર્યો હુમલોઃ રુપા મોરા ગામની 11 વર્ષીય બાળકી પોતાની વાડીમાં રમવા ગઈ હતી. આ દરમિયાન શ્વાનો ત્યાં ધસી આવ્યા હતા. શ્વાનોએ બાળકી પર અચાનક હુમલો કર્યો. શ્વાનોએ બાળકીને બચકા ભર્યા અને ન્હોર માર્યા હતા. આ હુમલો અત્યંત જીવલેણ નીવડ્યો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘાયલ બાળકીને 108 મારફતે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જો કે ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

3 મહિના અગાઉ પણ આવી જ ઘટનાઃ રુપા મોરા ગામ અને અન્ય આસપાસના ગામોમાં રખડતાં શ્વાનોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગઈકાલે મૃત્યુ પામેલ 11 વર્ષીય બાળકી પર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. આવો જ જીવલેણ હુમલો 3 મહિના અગાઉ શ્વાનોએ કર્યો હતો. જેમાં 3જા ધોરણમાં ભણતી બાળકીને શ્વાનોએ શિકાર બનાવી હતી. જો કે આ બાળકીને સમયસર સારવાર મળતા તેણીનો જીવ બચી ગયો હતો. જ્યારે ગઈકાલની ઘટનામાં બાળકીને જીવ ગુમાવી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

શું કહે છે વહીવટી તંત્ર?: આ બનાવને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના RCHO ચિરાગ ધૃવડે જણાવ્યું હતું કે, ક્યારેય પણ શ્વાનો બચકા ભરવાની ઘટના ઘટે ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલમાં જઈને સરકારે નક્કી કરેલ રસી મુકાવી લેવી જોઈએ.

રખડતા પ્રાણીઓના નિયંત્રણની માંગઃ દેવભૂમિદ્વારકા જિલ્લામાં વારંવાર શ્વાન અને આખલાઓના આતંકના વીડિયો તેમજ સમાચારો સામે આવતા હોય છે. છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. રુપા મોરામાં શ્વાને 11 વર્ષીય બાળકીનો જીવ લીધો હોવાની ઘટના બાદ બાળકીના પરિવારજનો, સ્થાનિકો અને આગેવાનો તંત્ર અને સરકાર આખલાઓ તેમજ રખડતા શ્વાનોને ડબે પુરવાની સઘન કામગીરી હાથ ધરે.

  1. Jamnagar News : જામનગરમાં રસ્તે રઝળતા કૂતરાએ એક માનવીનો ભોગ લીધો
  2. Stray Dogs: 3 વર્ષમાં 12.55 લાખથી વધુ નાગરિકોને કરડ્યા શ્વાન, કરોડોનો ખર્ચ છતાં પ્રશ્નો યથાવત, જાણો વિગતો

Last Updated : Apr 8, 2024, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.