પોરબંદર: જ્યુબિલી જૂના પુલ પાસે ખાડીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહામહેનતે ફાયર બ્રિગેડની ટીમે કાદવ અને કીચડમાં જઇ ચેરના વૃક્ષોના જંગલમાંથી પસાર થઈ ખાડીના પાણીમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોરબંદરના જ્યુબિલી પુલ પાસેથી પસાર થતા અનેક લોકોના જણાવ્યા અનુસાર ખાડીના પાણીમાં કંઈક અજુગતું દેખાયું હતું અને મોબાઈલમાં ઝૂમ કરીને ફોટો લેતા મહિલાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. બેથી ત્રણ દિવસ પહેલાનો મૃતદેહ હોવાનું પ્રાથમિક કારણ નીકળ્યું છે.
કિર્તીમંદિર પોલીસના PI જે જે ચૌધરીએ જણાવ્યું હતું કે પોરબંદર ખડા વિસ્તારમાં રહેતા મહિલાની હત્યા થઈ છે કે મહિલાના મામાના દીકરાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તારીખ 29 માર્ચના રોજ ખાસ જેલમાં તેનો દીકરો હોય તેને મળવા જાઉં છું તેમ કહી ઘરે પરત ફર્યા ન હતા. ત્યારથી આ મહિલા ગુમ હતા. હાલ પોરબંદર હોસ્પિટલમાં પીએમ અર્થે તેની લાશ ખસેડવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જણાય છે પરંતુ પીએમ બાદ મહિલાની મોત કેવી રીતે થયું છે હત્યા છે કે આત્મહત્યા કે કોઈ કુદરતી કારણ તે પોસ્ટ મોર્ટમ બાદ જાણવા મળશે.