વલસાડ : સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી વલસાડી હાફૂસ કેરીના ખેડૂતો મોસમી વરસાદ સાથે આવેલા વાવાઝોડાને લઈ પાકને થયેલા નુકસાનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકા મળી કુલ 11 જેટલા ગામોમાં કેરીના પાકને ભયંકર નુકસાન પહોંચ્યું છે. જોકે હાલ તો બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા ચાર જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ વધારવામાં આવી છે.
બરફના કરા સાથે વરસાદ પડ્યો : વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા કેટલા ગામોમાં તારીખ 11 થી લઈ 16 મે સુધી ચક્રવાતી પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે આંબે તૈયાર થયેલી કેરીઓના પાકને ખાસ્સું એવું વ્યાપક પ્રમાણમાં નુકસાન વહોરવા વારો આવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતાં ખેડૂતને ઉત્પાદન બાદ વળતરની આશા હતી પરંતુ વરસાદે પડતાં ઉપર પાટુ દીધી છે.
ધરમપુરના સાત જેટલા ગામોમાં નુકસાન : ધરમપુર તાલુકાના મધુરી ગુંદીયા ખડકી નડગધરી શિશુ માળ, સજની બરડા, જાગીરી, હનુમંત માળ,ગડી, ભવાડા, ખામ દહાડ, અને હથનબારી જેવા ગામોમાં ધરમપુર તાલુકામાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે કપરાડા તાલુકાના પણ ચાર જેટલા ગામો સુથારપાડા,ફળી,વિરક્ષેત્ર,ગીરનારા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં હાલમાં કેરીના પાકની નુકસાની નો સર્વેની કામગીરી બાગાયત વિભાગની ચાર જેટલી ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સોમવાર સુધીમાં નુકસાનીનો રિપોર્ટ તૈયાર થશે : વલસાડ જિલ્લા બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં ચાર જેટલી ટીમો બોર્ડર વિલેજના ગામોમાં પહોંચી નુકસાની સર્વેની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી સોમવાર સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ જિલ્લામાં થયેલા કેરીના પાકના નુકસાની સર્વેનો રિપોર્ટ તૈયાર સોમવાર સુધીમાં થઈ જનાર છે. જે બાદ જ જિલ્લામાં કેટલું નુકસાન થયું તેની હકીકત જાણી શકાશે.
37,000 હેક્ટરમાં કેરીનો પાક : વલસાડ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરી અને ડાંગરના પાક ઉપર નભે છે. એમાં પણ જિલ્લામાં 37,000 હેક્ટરમાં કેરીના આંબાવાડિયા છે. જોકે અંતરિયાળ ગામમાં વધુ પ્રમાણમાં વરસાદ અને પવન ફૂંકાયો હોય જેથી બોર્ડર વિલેજમાં વધુ પ્રમાણમાં નુકસાની પહોંચી છે.
સોમવાર સુધીમાં રિપોર્ટ તૈયાર થશે : વલસાડ જિલ્લા બાગાયત વિભાગના અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર ધરમપુર અને કપરાડાના કુલ 11 જેટલા ગામોમાં હાલ ચાર જેટલી ટીમો સર્વેની કામગીરી હાથ ધરી છે. સોમવાર સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
દર વર્ષ કરતાં કેરીનો પાક ઓછો છે : દર વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે કેરીનો પાક 40 ટકાની આસપાસ ઓછો હોવાની શક્યતા છે. જેના કારણે આ વખતે કેરીનો ભાવ મળવાની શક્યતા હતી. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. વરસાદ પ્રમાણે કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. અનેક આંબે ઝૂલતી કેરીઓ નીચે પટકાઈ જવા પામી છે. આમ વલસાડ જિલ્લાના બોર્ડર વિલેજમાં કોમોસમી વરસાદે આંબાવાડી ધરાવતા ખેડૂતોને પડતા ઉપર પાટુ મારી છે અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.