ETV Bharat / state

જુનાગઢ ધર્મ સંસ્થાનના ગાદીપતિનો વિવાદ, અખાડા પરિષદે ચાર સંતોને અખાડામાંથી મુક્ત કર્યા - DHARM SANSTHAN GADIPATI

ધર્મ સંસ્થાનના ગાદીપતિ ના ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક અખાડા પરિષદે જૂનાગઢના ચાર સંતોને કર્યા અખાડા માંથી મુક્ત

અખાડા પરિષદે જૂનાગઢના ચાર સંતોને કર્યા અખાડા માંથી મુક્ત
અખાડા પરિષદે જૂનાગઢના ચાર સંતોને કર્યા અખાડા માંથી મુક્ત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 8:13 PM IST

જુનાગઢ: અંબાજી મંદિરના પીરબાવા તનસુખગીરી બાપુના નિધન બાદ શરૂ થયેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં જુના અખાડાની બેઠક મળી હતી, જેમાં જુના અખાડામાંથી ભુતનાથના મહંત મહેશગીરી, ભવનાથના સાધુ કનૈયા ગીરી, અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી અને ભવનાથના અન્ય એક સંત ચકાચક ઉર્ફે અમૃતગીરીને જુના અખાડામાંથી દૂર કરવાનો નિર્ણય અખાડા પરિષદના આતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજે કર્યો છે.

ચાર સંતોને અખાડામાંથી મુક્ત કરાયા

અંબાજી મંદિરના ગાદીપતિ મોટા પીરબાવા તનસુખગીરી બાપુના નિધન બાદ હરીગીરી અને મહેશગીરી વચ્ચે ધર્મ જગ્યાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી, છેલ્લાં ત્રણ મહિનાથી વિવાદ સતત ચાલી રહ્યો છે, અને દરરોજ કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે તેની વચ્ચે આજે અલ્હાબાદ મહાકુંભમાં જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું જેમાં મહેશગીરીની સાથે મહાદેવ ગીરી અમૃતગીરી અને કનૈયાગીરી ને જુના અખાડા માંથી દૂર કરવાનો પ્રસ્તાવ થયો હતો જેને અખાડા પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજે મંજૂર રાખતા ચારેય સંતો ને જુના અખાડા માંથી દૂર કરવામાં આવ્યા છે

દેવલોક પામેલા મહંત તનસુખ ગીરીબાપુ
દેવલોક પામેલા મહંત તનસુખ ગીરીબાપુ (Etv Bharat Gujarat)

મહાદેવ ભારતીને જુના અખાડામાં રખાયા

છેલ્લાં કેટલાક સમયથી ધર્મસ્થાનોને લઈને જે વિવાદ જૂનાગઢમાં ચાલી રહ્યો હતો, તેમાં મહેશગીરીની તરફે રહેનારા સાધુ-સંતો જેમાં મહાદેવગીરી અવધૂત આશ્રમના મહાદેવગીરી પ્રેમગીરી મહારાજના શિષ્ય કનૈયાગીરી અને ભવનાથના વધુ એક્શન ચકાચક બાપુ ઉર્ફે અમૃતગીરીની સાથે કમંડળ કુંડના મહંત મહેશગીરીની સાથે ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી પણ જોડાયા હતા.

અલ્હાબાદમાં જુના અખાડાની બેઠક મળી હતી તેમાં મહાદેવ ભારતીએ ક્ષમા યાચના કરી લેતા તેને જુના અખાડામાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી, હવેથી મહાદેવ ભારતી જુના અખાડાના તમામ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહીને જુના અખાડાની પરંપરાને આગળ વધારવા માટે સહમત થયા હતા. જેથી તેમને જુના અખાડામાં રાખવામાં આવ્યા છે, આ સિવાયના ચારેય સંતોને જુના અખાડા માંથી દૂર કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય અધ્યક્ષે ઈટીવી ભારત સાથે કરી વાત

જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજે ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જૂના અખાડા માંથી ચારેય સંતોને દૂર કર્યા અને મહાદેવ ભારતીને જુના અખાડામાં કાયમ રાખવામાં આવ્યા છે, તેવી વિગતો આપતા જણાવ્યું હતું કે મહેશગીરી મહાદેવ ગીરી ચકાચક બાપુ અને કનૈયાગીરી જુના અખાડાની સંસ્થાને હડપવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા.

જુના અખાડાની પરંપરાને નુકસાન થાય તે પ્રકારનું કામ આ ચારેય સંતો કરી રહ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદે ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ કરી અને પ્રયાગરાજના મહાકુંભમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં અખાડા પરિષદની સામે ષડયંત્ર રચવું અને તેની સંસ્થાને નુકસાન કરવું તેને અયોગ્ય માનીને મહેશગીરી, મહાદેવ ગીરી, અમૃતગીરી,અને કનૈયાગીરીને જુના અખાડા માંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  1. મહાકુંભ 2025ના કારણે દેશમાં ફેલાઈ શકે છે અનેક બીમારીઓ, નિષ્ણાંતોના મતે જાણો કેવી રીતે ?
  2. મહાકુંભમાં ભાગદોડ, 30 શ્રદ્ધાળુઓના મોત,60 ઈજાગ્રસ્ત, 5.71 કરોડ લોકોએ કર્યુ સ્નાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.