ETV Bharat / state

કોંગ્રેસે માણાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે હરિભાઈ કણસાગરાને બનાવ્યા ઉમેદવાર - માણાવદર વિધાનસભા પેટાચૂંટણી

કોંગ્રેસે આજે લોકસભાના બાકી રહેતા ઉમેદવારોની સાથે રાજ્ય વિધાનસભાની પાંચ ખાલી બેઠકો પર પણ પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં માણાવદર વિધાનસભા બેઠક પરથી હરિભાઈ કણસાગરાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. હરિભાઈ પટેલનો મુકાબલો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અરવિંદ લાડાણી સામે થશે

માણાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર
માણાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 12:49 PM IST

જૂનાગઢ: કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કોંગ્રેસે આજે હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને મૂળ માણાવદરના વતની હરિભાઈ કણસાગરાને ઉમેદવાર બનાવ્યા છે. માણાવદર બેઠક પર હરિભાઈની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અરવિંદ લાડાણી સામે મુકાબલો થશે. માણાવદર તાલુકાના વડા ગામમાં જન્મેલા હરિભાઈ કણસાગરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓએ ઓલ્ડ એસએસસીનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજકોટ ખાતે આવેલ હોટેલ ક્રિષ્ના પાર્કના માલિક પણ છે જે ખેતી, રીયલ એસ્ટેટ હોસ્પિટાલીટી અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે હાલ તેઓ રાજકોટમાં પરિવાર સાથે રહે છે.

સામાજિક અને રાજકીય કારકિર્દી: હરિભાઈ પટેલ ઉદ્યોગની સાથે સામાજિક કાર્યો અને રાજકારણમાં પણ ખૂબ સક્રિય જોવા મળે છે. સરદાર સરોવર ડેમના સમર્થનમાં મેઘા પાટકરના આંદોલન સામે હરિભાઈ પટેલે સૌરાષ્ટ્ર યુથ સરદાર એકતા સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. આ સિવાય તેમણે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય તરીકે પણ ફરજ બજાવી છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારી હરિભાઈ કણસાગરા રહી ચૂક્યા છે. આ સિવાય હરિભાઈ કણસાગરાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જની સાથે સંગઠન અને બુથ કમિટીની જવાબદારીઓ પણ રાજ્ય સ્તરે નિભાવી છે. વર્ષ 2021 માં જુનાગઢ જિલ્લામાં યોજાયેલ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તેઓ ખૂબ જ સક્રિય રીતે કોંગ્રેસ પક્ષનો દાવો જિલ્લામાં રજૂ કરતા હતા.

રાજકોટ ખાતે પણ સક્રિય: માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પસંદ કરેલા હરિભાઈ કણસાગરા વર્ષ 2000માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. વર્ષ 2002માં માણાવદર તાલુકાની પાજોદ જિલ્લા પંચાયત સીટ પરથી પણ તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે. વર્ષ 2013માં હરિભાઈ કણસાગરાએ ધોરાજી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ તેમાં તેમની હાર થઈ હતી. હાલ હરિભાઈ કણસાગરા પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં ડેલીગેટ તરીકેના હોદ્દા પર કામ કરી રહ્યા છે.

હરિભાઈ કણસાગરાની મિલકત: માણાવદર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થયેલા હરિભાઈ કણસાગરા માણાવદર તાલુકાના વડા ગામમાં ખેતીલાયક 205 વીઘા જમીન ધરાવે છે. તેવી જ રીતે ઉપલેટા તાલુકામાં 112 વીઘા ખેતીની જમીન પણ તેમની પાસે છે. આ સિવાય તેઓ રાજકોટમાં ગોંડલ રોડ પર હોટેલ ક્રિષ્ના અને ક્રિષ્ના વોટરપાર્ક અને રિસોર્ટ પણ ધરાવે છે. વધુમાં તેઓ ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે ક્રિષ્ના વોટર વેલી રિસોર્ટ તેમજ દિવમાં ક્રિષ્ના પાર્ક હોટલ સહિતના હોટલ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે.

  1. કૉંગ્રેસે પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે રાજુ ઓડેદરાની પસંદગી કરી, ભાજપના અર્જુન મોઢવાડિયા સાથે સીધી ટક્કર - Porbandar Assembly Seat
  2. જુનાગઢ લોકસભા બેઠક પર વહીવટી તંત્રની ચૂંટણીલક્ષી કવાયત તેજ, કલેક્ટર કચેરી ખાતે યોજાઈ ખાસ બેઠક - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.