ગાંધીનગરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે ભારત ન્યાયી સ્થળ બનશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવાનું વિચારશે. જોકે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ભારત હજુ સુધી ન્યાયી સ્થળ બન્યું નથી. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે, ભારતમાં છેલ્લા 10 વર્ષથી લોકશાહી નબળી હતી, પરંતુ હવે તે મજબૂતીથી લડી રહી છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો. પ્રેમચંદ બૈરવાએ કોંગ્રેસના 57 વર્ષના શાસનમાં દલિત, પછાત અને આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાય ગણાવી કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. ચાલો જાણીએ તેમણે શું જણાવ્યું.
લોકો સામે નેતાએ કેવી રીતે નિવેદન રજૂ કર્યું?
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું કે રાહુલ ગાંઘીના આવા નિવેદનથી બંધારણ વિરોધી માનસકીતા ફરી જનતા સમક્ષ ઉજાગર થઇ છે. કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષથી દેશમા સાશન કર્યુ તે દરમિયાન રાજકીય હેતુસર સંવિઘાનની પ્રક્રિયાનો દુરઉપયોગ કર્યો અને સામાજીક ઉદેશોની ઉપેક્ષા કરી. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ સંવિઘાનને મૂળભુત આરક્ષણ, સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઇચ્છા શક્તિ દર્શાવી નથી. કોંગ્રેસ પાર્ટી જવાહરલાલ નહેરુના વર્ષ 1956ના સમયે પછાત વર્ગને આરક્ષણ આપવાની કાકાસાહેબ કાલેલકર રિપોર્ટને ફગાવ્યો હતો. નહેરુએ 1961મા મુખ્યમંત્રીઓને આરક્ષણ મુદ્દે પત્ર લખી જણાવ્યુ હતું કે, આરક્ષણથી અક્ષમતા ઊભી થશે. કોંગ્રેસ પાર્ટી અને નહેરુએ ડો. બાબા સાહેબ આંબેડકરજીના સામાજીક અને રાજનૈતિક જીવનને પુરુ કરવાનો પ્રયાસ કર્યો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જમ્મુ કાશ્મિરમાં કલમ 370 અને 35-એને દુર કરી જમ્મુ કાશ્મિરના અનુસુચિત વર્ગના લોકોને વર્ષો પછી સામાજીક ન્યાય અને સન્માન આપવાનું કાર્ય કર્યું છે. ઇન્દીરા ગાંધીએ 1975મા દેશમા ઇમરજન્સી લગાવી સંવિઘાનને ઠેસ પહોંચાડી હતી. એટલુ જ નહીં ઇન્દીરા ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટને ફગાવી ઓબીસી આરક્ષણા આપવામા વિલંબ કરાવ્યો હતો. રાજીવ ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટ પર વિરોધ કર્યો અને 1990માં લોકસભામા અનામતનો વિરોધ કર્યો અને મુસલમાનોને અનામત આપવાની વકીલાત કરી જે ડો. બાબા સાહેબ આંબેડકરજીના મૂળ સંવિધાન વિરોઘી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં ઓબીસી ક્વોટામાંથી 4 ટકા કેરલના 8 અને તમિલનાડુમાંથી 3.5 ટકા અનામત મુસ્લિમ સમાજને આપી સંવિધાનનું ઉલ્લંઘન કર્યુ છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર વધુ રાજનીતિ થાય તેવી સંભાવના છે.