તાપી: લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા લોકો રીઝવવા માટેના પ્રયાસો કરે રહ્યાછે ત્યારે સિદ્ધાર્થ ચૌધરી નું બાઈક રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વ્યારા ના અનેક વિસ્તાર માં આ રેલી ફરી હતી.
રેખાબેન ચૌધરીનુ સિદ્ધાર્થ ચૌધરીને સમર્થન: આજે જ્યારે બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરીએ સિદ્ધાર્થ ચૌધરીને સમર્થન જાહેર કર્યું છે ત્યારે તાપી જિલ્લાની હવા બદલાતી જોવા માળી રહી છે અને સિદ્ધાર્થ ચૌધરીમાં નવી ઊર્જા જોવા મળી હતી. ચૂંટણી આવતાની સાથે જ કાઁગ્રેસના જૂના નેતાઓ સક્રિય બની ગામડે ગામડે લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.
કોંગ્રેસના જૂના કાર્યકર્તાઓ સક્રિય: કોંગ્રેસના જૂના કાર્યકર્તાઓ પણ સક્રિય થતાં તાપી જિલ્લાના અનેક ગામોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવાર લોકો વચ્ચે જળ,જંગલ,જમીન તથા વ્યારાની રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ જેવા પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે વોટિંગના ગણતરીના દિવસ બાકી છે ત્યારે જોવાનું રહ્યું કે, બારડોલી લોકસભા પર કોણ જીતશે.
મતદારોમાં ઉત્સાહ: આ સમગ્ર મામલે સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 થી 45 દિવસથી સમગ્ર મત વિસ્તારના નિઝર, કુકરમુંડા અને માંગરોળ ઉમારપડાથી લઈને સુરત શહેર સુધીના પ્રચાર પ્રસારના કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તારમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ચૂંટણીને લઈને લોકોમાં અને મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને જે રીતે મને આવકાર મળ્યો છે લોકોનો પ્રેમ મળ્યો છે તે જોતાં હુ ચોક્કસ પણે માનું છું કે, લોકોએ આ ચૂંટણીમાં પરિવર્તનનું મન બનાવી લીધું છે અને એ પરિવર્તન કરીને જ રહેશે એવું મને લાગે છે તેવું સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું.