ETV Bharat / state

રાજકોટમાં જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સાધુઓ સહિતના આઠ સામે ફરિયાદ, કુલ 3.40 કરોડની કરી છેતરપીંડી - Complaint against eight for fraud

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2024, 10:55 PM IST

રાજકોટમાં મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢી જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતાં 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ વ્યાકતીઓ સાધુ કે સંત હોવાનો ઢોંગ કરતાં હતા. ઉપરાંત તેમના વિરુદ્ધ અન્ય જિલ્લાઓમાં પણ ગુના દાખલ થયેલા છે. જાણો સંપૂર્ણ બાબત. Complaint against eight for fraud

રાજકોટમાં જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સાધુઓ સહિતના આઠ સામે ફરિયાદ
રાજકોટમાં જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સાધુઓ સહિતના આઠ સામે ફરિયાદ (Etv Bharat Gujarat)
લીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપીંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. જ્યાં સ્વામી અને તેમના મળતીયાઓ કોઈ પણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે 'જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.' અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતીયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે. અને ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા.

કોનો કોની વિરુદ્ધ નોંધાવ્યો ગુનો: આ તમામ છેતરપિંડીની જાણ થતાં આવી જ રીતે ફસાયેલા જિલ્લામાં જમીન-મકાનનું કામ કરતા જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢકએ જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપીંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવાઈ છે.

આ મુદ્દે શું કહે છે પોલીસ: આ અંગે રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ફરિયાદી જસ્મીન માઢકએ ફરિયાદ કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર અને ગૌશાળા બનાવવા માટે આપની જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે. ખેડૂત સાથે તમે બેઠક કરશો તો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂપિયા 3 કરોડથી વધુ પડાવ્યા હતા. જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં ભક્તિ નગર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ શખ્સો વિરુધ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, આણંદ અને નડિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ તમામ શખ્સો ખુલ્લા ફરી રહ્યા છે જેને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. લ્યો બોલો..વધુ એક પુલ થયો જમીન મિત્ર: મોરબી-લીલાપર વચ્ચેનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ - Morbi Lilapar bridge collapsed
  2. રાજકોટમાં 3 સ્થળોએ UPSC ની પરીક્ષા લેવામાં આવી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઇ - UPSC Exam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.