ETV Bharat / state

CM પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી - THE SABARMATI REPORT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી. ઉપરાંત CM પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી છે.

CM પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ'
CM પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ' (Gujarat Information Department)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 10:46 AM IST

Updated : Nov 21, 2024, 12:03 PM IST

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા.

CM પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ' : ગુજરાતના ગોધરામાં વર્ષ 2002 ની સાબરમતી એક્સપ્રેસની ઘટના પર આધારિત ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રિલીઝ થયા પહેલાથી ચર્ચામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નીહાળવા અમદાવાદના સિટી ગોલ્ડ સિનેમા ખાતે પહોંચ્યા હતા.

'ધ સાબરમતી રિપોર્ટ' ગુજરાતમાં કરમુક્ત જાહેર (ETV Bharat Gujarat)

ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ ફિલ્મ : આ ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ' ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ ફિલ્મને કર મુક્ત જાહેર કરવામાં આવી છે.

પીઢ અભિનેતા જિતેન્દ્ર ઉપસ્થિત રહ્યા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ તકે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પણ આ ફિલ્મ નિહાળી હતી. આ તકે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

2002 સાબરમતી એક્સપ્રેસ ઘટના પર આધારિત : અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.

  1. PM મોદીએ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસા કરી
  2. વિક્રાંત મેસીનો ચોંકાવનારો ખુલાસો, મળી રહી છે "ધમકી"

Last Updated : Nov 21, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.