ETV Bharat / state

અમદાવાદના ગોતામાં રાજપૂત વિદ્યાસભા દ્વારા સમૂહલગ્ન, 30 નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા, CMએ આપ્યા આશીર્વાદ - CM PATEL ATTENDED MARRIAGE CEREMONY

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપૂત વિદ્યાસભા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપૂત વિદ્યાસભા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા (Information Dept (Gujarat Govt))
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2024, 5:12 PM IST

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી લગ્ન સમૂહમાં ઉપસ્થિત રહ્યા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસના માર્ગે આગળ વધારી શકાય છે. રાજપૂત વિદ્યાસભા સંસ્થા શિક્ષણ, યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, સ્ત્રી સશક્તિકરણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જ્યારે પણ સમાજો અને સામાજિક સંસ્થાઓ સમાજ સુધારણા અને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરી રહી હોય, ત્યારે રાજ્ય સરકાર પણ સહયોગ માટે પ્રતિબદ્ધ રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપૂત વિદ્યાસભા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપૂત વિદ્યાસભા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા (Information Dept (Gujarat Govt))

વડાપ્રધાન મોદીના સંકલ્પમાં સહકાર આપવા અનુરોધ: મુખ્યમંત્રીએ સામૂહિક લગ્નોત્સવ જેવા કાર્યક્રમોમાં વધુને વધુ લોકો અને વધુને વધુ સમાજો જોડાઇને સામાજિક ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે, એમ જણાવીને સૌને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

30 નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 1964માં સ્થપાયેલી રાજપૂત વિદ્યાસભા સંસ્થા અનેક સામાજિક અને લોકજાગૃતિનાં કામો કરીને સામાજિક એકતા જાળવી રાખવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલાં 30 દંપતિઓને આશીર્વાદ આપતા મંત્રીએ જણાવ્યું કે, આજે નવયુગલોને આશીર્વાદ પાઠવવા આખો સમાજ પધાર્યો છે, સમૂહ લગ્નો અને સામૂહિક કાર્યક્રમોની આ વિશેષતા છે.

સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો, સંતો ઉપસ્થિત: આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આજના સામૂહિક લગ્નોત્સવમાં પટેલ સમાજે પણ પોતાનું યોગદાન આપીને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યાં છે. આજે રાજ્યમાં સામાજિક સમરસતા થકી દરેક સમાજને સાથે લઈને આગળ વધવાનું વાતાવરણ જોવા મળે છે, જે ગર્વની વાત છે. આ પ્રસંગે ધારાસભ્ય બાબુસિંહ જાદવ તથા ધવલસિંહ ઝાલા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બીપીન પટેલ, રાજપૂત વિદ્યાસભા સંસ્થાના આગેવાનો - સભ્યો, રાજવી પરિવારના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, સંતો-મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. BAPSના 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં PM મોદીનું સંબોધન, કહ્યું 'જ્યારે યુક્રેન યુદ્ધ આગળ વધ્યુ ત્યારે આપે રાતો-રાત...'
  2. PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશનના સફળ અમલીકરણ માટે ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.