ETV Bharat / state

ઓલપાડમાં ઉછીના લીધેલ રૂપિયા પરત માટે આવેલી સગીરા સાથે સહકારી મંડળીના કલાર્કે છેડતી કરી - Olpad molestation With minor Girl - OLPAD MOLESTATION WITH MINOR GIRL

ઓલપાડના કોસમ ગામે રહેતી વિધવા મહિલા પાંસે મંડળીમાંથી ઘઉં લેવાના રૂપિયા ન હોય જેથી મહિલાએ મંડળીમાં ફરજ બજાવતા ક્લાર્ક પાસે ઉછીના રૂપિયા લીઘા હતા. પૈસા પરત આપવા મોકલેલી સગીર દિકરી સાથે ક્લાર્કે છેડતી કરી હતી.

Olpad molestation With minor Girl
Olpad molestation With minor Girl
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 10:31 AM IST

સુરત: ઓલપાડ તાલુકાનાં કોસમ ગામ ખાતે રહેતી મહિલાના પતિનું આજથી દશ વર્ષ પહેલા મોત થતા વિધવા મહિલા તેના બે બાળકો સાથે રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. કોસમ ગામ સેવા સહકારી મંડળીમાં ઘઉં આવ્યા હોય વિધવા મહિલાએ મંડળીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ પટેલ પાસે એક અઠવાડિયા માટે 2100 રૂપિયા ઓછીનાં લીધા હતા.

વિધવા મહિલાએ રૂપિયાની સગવડ થતાં પરત આપવા તેની સગીર દિકરીને ક્લાર્ક અશોકભાઈ પાસે મોકલેલી. ત્યારે મંડળી પર રૂપિયા આપવા માટે આવેલી સગીરાને એકલી જોઈ ક્લાર્ક અશોક પટેલે તેની સાથે શારિરીક છેડતી કરી હતી. દાનતને પારખી ગયેલી સગીરા પોતાનો બચાવ કરવા મંડળીમાંથી ભાગીને ઘરે પહોંચી હતી.

છેડતીથી ડરી ગયેલી યુવતીએ ફિનાઈલ પી લીધું

ક્લાર્કની છેડતી કરવાને લઈને ડરી ગયેલી સગીરા કંઈ પણ બોલ્યા વિના ઘરનાં રસોડામાં જઈને ત્યાં રાખેલી ફિનાઈલની બોટલમાંથી ફિનાઈલ પી લેતા તેની હાલત લથડતાં સુરતની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા. જ્યાં સારવાર બાદ સગીરા હોશમાં આવતા તેનું ફિનાઈલ પી જવા પાછળનું કારણ પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી.

સગીરા પાસે ફોન નંબર માંગ્યો:

ક્લાર્ક અશોક પટેલે બળજબરી કરવા સાથે સગીરાને કહેલું કે ચાલ તારો મોબાઈલ નંબર મને આપીજા, હું તને ફોન કરીને બોલાવું ત્યારે ચુપચાપ ત્યાં આવી જજે અને ધમકી આપતાં કહેલું કે તું આ વાત કોઈને કહેતી નહીં નહીતર તને જાનથી મારી નાંખીશ.

આમ વિધવા ગરીબ મહિલાની ગરીબાઈની મજબુરીનો લાભ ઉઠાવી મદદને બહાને આપેલા ઉછીના રૂપિયા આપવા માંટે આવેલી સગીરા સાથે શારીરીક છેડતી કરનાર ક્લાર્ક વિરૂદ્ધ પોલીસે ગુનો પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવે જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસ મથકે મળેલ ફરિયાદ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીનું નામ અશોક કેશવ ભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. અમદાવાદમાં 24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ, હોસ્પિટલોની OPDમાં રોજ સરેરાશ 6 હજાર કેસ - Swine flu cases in Ahmedabad
  2. નાની ઉંમરમાં ડાયાબિટીસની બિમારી, સાવધાન રહો, તમે બની શકો છો ડિમેન્શિયાનો શિકાર - DIABETES AND ALZHEIMER DISEASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.