ETV Bharat / state

Loksabha Election 2024: 85થી વધુ ઉંમરના નાગરિકો મતદાન મથકે આવી મતદાન કરશે તો તેઓનું સન્માન કરાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 6:51 AM IST

દેશભરની યોજાવા જઇ રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણી ચૂંટણી પંચ સૂચના મૂજબ યોજાય અને વધુમા વધુ નાગરિકો મત આપવા પ્રેરાય તે માટે 85થી વધુ ઉમરના નાગરિકો મતદાન મથકે આવી મતદાન કરશે તો તેઓનું સન્માન કરાશે જેથી તેઓએ જોઈએ લોકો વધુ મતદાન કરે.

Loksabha Election 2024
Loksabha Election 2024

દાહોદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.

આદર્શ આચારસંહિતા સંબંધે તેમણે કહ્યું કે, વધુમાં વધુ નાગરીકો મત આપવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન પુરું પાડવું, સરકારી મિલ્કતો ઉપર લાગેલા રાજકીય પ્રચારાત્મક પ્રતીકો, સૂત્રો દૂર કરવામાં આવશે. આદર્શ આચાર સંહિતાના અમલ માટે શહેર અને જિલ્લા માટે નિયુક્ત કરવામાં આવેલ નોડેલ અધિકારીએ તેની ખાસ તકેદારી રાખવી. દિવ્યાંગ તેમજ 85થી ઉપરની ઉમરના નાગરિકો જેમ બને એમ મતદાન મથકે આવી મતદાન કરે એના માટે આગ્રહ રાખવો તેમજ તેઓને મત આપવા બદલ સન્માનપત્ર આપીને સન્માન કરવું. જેથી કરીને અન્ય લોકો પણ તેને જોઇને પ્રોત્સાહિત થાય. જો તેઓ મતદાન મથકે આવી શકે તેમ ન હોય તો તેઓ માટે બુથ પર આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

પોલિંગ સ્ટાફને ચૂંટણી માટેની તાલીમ, વીડિયો ગ્રાફર અને ફોટોગ્રાફરની કામગીરી માટેની તાલીમ, પોલિંગ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાંની લાઇટ, ફર્નિચર તેમજ મહિલા પોલિંગ સ્ટાફને જેમ બને એમ તેઓની નજીકના પોલિંગ બુથ પર નિમણુંક કરવી અન્ય પ્રાથમિક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી લેવા જણાવ્યું હતું.

સી.વિજિલ તેમજ એમસીએમસીના વિકલી રિપોર્ટ કલેક્ટ કરવા સહિત ફ્લાઇંગ સ્ક્વોડ , માઇક્રો ઓબ્ઝર્વર વગેરે જેવી ચૂંટણીલક્ષી મહત્વની બાબતોની આગોતરી તૈયારી કરવાની સાથે ચૂંટણી અંગેની કામગીરીમા કોઇપણ પ્રકારની કચાશ રહી ન જાય તે માટેની જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની સમીક્ષા કરી હતી.

  1. જોઈતાભાઈની ભાજપમાં જોડાવાની સ્ક્રિપ્ટ બનારસમાં લખાઈ ! જાણો જોઇતાભાઇ પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં શું કહ્યું ?
  2. Ketan Inamdar: કેતન ઈનામદારે રાજીનામું પરત લીધું, સી.આર.પાટીલની મુલાકાત બાદ મળ્યું કયું "ઈનામ"?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.