ભાવનગર: શહેરની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રના બજેટને આવકાર્યું છે. ચેમ્બરે બજેટમાં નાના ઉધોગો માટે રાહતવાળુ હોવાનું ગણાવ્યું છે. ETV BHARAT એ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી. શું વાત થઈ જાણો.
ચેમ્બરે આશા અપેક્ષાઓ વચ્ચે બજેટ સ્વીકાર્યું: ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, બજેટમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે. મુદ્રા લોનની ક્ષમતા વધારવામાં આવી છે. ઇન્ટરનશીપમાં જે યુવાનોને નોકરી મળવા પાત્ર છે, તે સારો નિર્ણય છે. ભાવનગરના હીરા ઉદ્યોગને કાચા હીરામાં કોઈ ટેક્સ નથી તે સારી બાબત છે.
અલંગ, પ્લાસ્ટિક ઉદ્યોગ રોલીંગ મિલ મુદ્દે ચેમ્બરનો મત: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અલંગ અને એની વાત કરીએ તો કોઈ સ્પેસિફિક જાહેરાત અલંગ માટે કે સ્ટીલ ઉદ્યોગ માટેની નથી.પરંતુ જે અમુક ઈમ્પોર્ટ ડ્યુટીમાં એ બધામાં ફેરફાર કરવામાં આવ્યા છે, એનો થોડો ડિટેલ સ્ટડી કરી અને ખરેખર ખબર પડે કે ભાવનગરના જે આ બીજા ઉદ્યોગોની આપ વાત કરો છો એને થોડુંક ડિટેલ સ્ટડી કરીને કહીશ, એ જે આપણે ઇન્કમટેક્સના સ્લેબમાં જે ફેરફારની વાત હતી. પ્લસ એમ ઘણી માંગ માટેની જે વાત હતી એ ઘણી બધી માંગો આમાં આવરી લેવાય છે.
20 લાખ લોકોને સારો રોજગાર: આ ઉપરાંત યુવાનોને નોકરી મળે એ માટે પણ આ ચેમ્બર સતત માગણી કરતું આવ્યું હતું. તો એ માટે પણ એક એવી યોજના કરવામાં આવી છે કે 20 લાખ યુવાનોને સારી કંપનીઓમાં ઇન્ટરશીપ અને એની ટ્રેનિંગ આપવામાં આવશે. જેના પરિણામે એ 20 લાખ લોકોને સારો રોજગાર મળી શકે એવી પણ શક્યતાઓ ઊભી થશે.