સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સ બી-1 બ્લોકના 401 અને 402 માં રહેતી મહિલાઓના મોતની ઘટના સામે આવી હતી. જેમાં શરૂઆતમાં સ્યુસાઇડ તરીકે દેખાતી આ ઘટનામાં ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જે અંતર્ગત પેનલ પીએમ તપાસ દરમિયાન પ્રાથમિક મોતનું કરણ એક મહિલાની ગળું દબાવી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે તો બીજી મહિલા પટકાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતક ડિંપલબેનના પરિવારજનોને બોલાવી હત્યાનો ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક મહિલાઓના મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને ઘટના નગેની જાણ કરી હતી. ઘટના અંગેની માહિતી મળતા પોલીસ ઘાટણ સ્થળ પર દોડી આવી હતી અને પોલીસ તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન જ અન્ય એક મહિલાની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઇને પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી અને બંને મૃતક મહિલાઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.
જોકે આજે પીએમ બાદ મૃતકોનું પ્રાથમિક મોતનું કારણ સામે આવ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવેલ છાયાબેનનું મોતનું પ્રાથમિક કારણ પટકાયા હોવાના કારણે માથાના ભાગમાં ઇજા થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્ટાફ 402 રૂમમાંથી મળેલ ડિમ્પલબેનની પીએમ દરમિયાન પ્રાથમિક કારણ ગળું દબાવીને મોત નીપજાવ્યું હોય તેમ સામે આવ્યું છે. જેથી પોલીસ દ્વારા મૃતક ડિમ્પલબેનના પરિવારજનોને બોલાવી હત્યાનો ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને કોણે આ ઘટનાને અંજામ આપ્યો તે દિશામાં હજુ પોલીસ હજુ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: