છોટા ઉદેપુર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભા બેઠકના મત વિસ્તારમાં ઉમેદવારો આદિવાસી ટીમલીના ગીતો વગાડી મતદારોને રીઝવવા ના પ્રયાસો કરતાં પણ જોવા મળી રહ્યા છે.
ટીમલી ગીતો પર પ્રચાર પ્રસાર શરૂ કરી દિધો: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ "છોટા ઉદેપુરનો એક ટાઈગર છે. જશુભાઇ રાઠવા નામ એમનું છે જશુભાઇ રાઠવા સમાજનો હાવજ છે." આ રીતની ટીમલી બનાવવામાં આવી છે. ત્યારે કોંગ્રસનાં ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ "સાચી નીતિની સાચી સરકાર લાવે છે, આ દેશની રે સાન કોંગ્રેસ આવે છે, ઈમાનદારી નો એક્કો કેવાય છે. સુખરામ ભાઈ આવે છે" જેવી આદિવાસી ટીમલીના ગીતો ગાઇને પ્રચાાર પ્રસાર શરૂ કરી દિધો છે.
બન્ને પક્ષોના ઉમેદવારોની ટીમલી આકર્ષણ નું કેન્દ્ર બની છે: છોટા ઉદેપુર લોકસભા બેઠક સહિત ગુજરાત રાજ્ય એને દેશ ભરની લોકસભા બેઠકો પર રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર બન્ને પક્ષોના ઉમેદવારોની ટીમલી આકર્ષણનું કેન્દ્ર બની છે.
મતદારોને આકર્ષવા આદિવાસી ટીમલી પણ વગાડી રહ્યા છે: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચાર જીલ્લાનાં 14 તાલુકા એને સાત વિધાનસભા મત વિસ્તારમાં બન્ને પક્ષોના ઉમેદવારોની ટીમલી આકર્ષણનું કેન્દ્ર બની છે. એને જીલ્લા પંચાયતની બેઠક દીઠ એક દિવસમાં ત્રણ થી ચાર જીલ્લા પંચાયત બેઠક પર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, અને મતદારોને આકર્ષવા તેમના નામની આદિવાસી ટીમલી પણ વગાડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા છોટાઉદેપુર લોકસભા સંસદીય મત વિસ્તારમાં જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જયારે કોંગ્રેસનાં ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ મત વિસ્તારની જીલ્લા પંચાયતની બેઠક દીઠ જન સંપર્ક કરી રહ્યા છે.
રાઠવા/રાઠવા ઉમેદવારો વચ્ચે દ્વીપાંખીયો જંગ: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર રાઠવા/રાઠવા ઉમેદવારો વચ્ચે દ્વીપાંખીયો બરાબરનો જંગ જામ્યો છે, ત્યારે આજે છોટા ઉદેપુર ખાતે બંને પક્ષના ઉમેદવારી આદીવાસી વાદ્ય સંગીતનાં સાધનો સાથે ઉમેદવારી પત્ર ભરનાર છે. છોટા ઉદેપુર લોકસભા બેઠકનો મત વિસ્તાર મોટાં ભાગનો વિસ્તાર આદીવાસી વિસ્તાર હોવાથી ઉમેદવારો મતદારોને આકર્ષવા આદિવાસી ટીમલી ગાયક કલાકારો પાસે ટીમલી બનાવડાવી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે, ઉમેદવારોએ ટીમલી ગીતોમાં પોતાની પ્રશંસાનાં શબ્દોને વણી લઈને મતદારોને આકર્ષવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રસનાં ઉમેદવાર સુખરામ રાઠવાએ etv bhart સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતનું મતદાન વ્યક્તિગત ઉમેદવારો માટે નહીં પણ દેશના બંધારણને બચાવવા માટેનું ઇલેક્શન છે, તેમ જણાવી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.