ETV Bharat / state

'બોટાદમાં બુટલેગરોને હથિયારના લાયસન્સ મળે છે, જ્યારે ધારાસભ્યને સ્વરક્ષા માટે મળતું નથી': ઉમેશ મકવાણાનો આરોપ - Gujarat Assembly Monsoon session - GUJARAT ASSEMBLY MONSOON SESSION

ગાંધીનગરમાં આજે વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિપક્ષોએ સરકારને વિવિધ મુદ્દા પર ધેરી હતી. સામે સરકારી મંત્રીઓએ પણ પોતાની આગવી છટામાં બચાવ કર્યો હતો. આ દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હથિયારના લાયસન્સ અંગે મોટી વાત કરી હતી... - Gujarat Assembly Monsoon session

ઉમેશ મકવાણાએ હથિયારોના મુદે કરી આ વાત
ઉમેશ મકવાણાએ હથિયારોના મુદે કરી આ વાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 6:24 PM IST

ઉમેશ મકવાણાએ હથિયારોના મુદે કરી આ વાત (Etv Bharat Gujarat)

ગાંધીનગર: વિધાનસભા મોનસુન સત્રમાં છેલ્લા દિવસે રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં પકડાયેલા રૂપિયા 850 કરોડના ડ્રગ્સ મુદ્દે ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારને આકરા સવાલો પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બોટાદમાં હથિયારોને લઈને પણ તેમણે સવાલો ઊભા કર્યા હતા. તેમણે સરકારને આ દરમિયાન આડે હાથ લેવાની શરૂ કરી હતી. તેમણે ન માત્ર હથિયાર પણ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મામલે અદાણીને લઈને પણ આરોપો કર્યા હતા.

'બોટાદમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે' તેમણે કહ્યું કે, બોટાદ SPને સંકલન મિટિંગમાં અનેકવાર દારૂ અને જુગારના અડ્ડાની વિગતો આપી છે. છતાં આજે પણ બોટાદ જિલ્લામાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે. ચૂંટાયેલા ધારાસભ્યોના ગૃહ વિભાગ અવગણે છે.

મારા પર થઈ ચુક્યા છે જીવલેણ હુમલાઃ બોટાદમાં 22 લોકોને હથિયાર લાઇસન્સ અપાયા છે. હથિયારોના લાયસન્સ મેળવનાર મોટાભાગના બુટલેગર, વ્યાજખોરો અને ભૂ-માફિયા છે. મેં સ્વરક્ષા માટે હથિયારના લાઇસન્સ માટે જિલ્લા કલેકટરને અરજી કરી છે. મારી અરજીને જાણી જોઈને ના મંજુર કરવામાં આવી છે. હું ધારાસભ્ય હોવા છતાં મને સ્વરક્ષા માટે અત્યારે લાયસન્સ મળતું નથી. મારી પર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થઈ ચૂક્યા છે.

'અનેક ખાલી પદોને કારણે સમસ્યા' ગૃહમંત્રી દ્વારા ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 માં મેં સૂચન કર્યું છે. મોટાભાગની કોર્ટમાં કારકુન, પટાવાળાના અનેક પદ ખાલી છે. કોર્ટમાં ગંભીર ગુનાના કેસનો ભરાવો થયો છે. સરકારના માનીતા અને જજને કારણે લોકોને ન્યાય મળતો નથી. આ બિલમાં 1 કરોડથી વધુ મિલકતની જપ્તી કરીને હરજીની જોગવાઈ છે. બિલમાં બીજા રાજ્ય અને વિદેશમાં વસતા આર્થિક અપરાધીની મિલકત જપ્ત કરવાની ખાસ જોગવાઈ નથી. ગંભીર ગુનામાં 80 ટકા લોકો કાયદાની છટકબારી શોધીને નિર્દોષ છૂટી જાય છે.

  1. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કેમ વિધાનસભા ગૃહમાંથી બહાર કઢાયાઃ 'આંબેડકરનું અપમાન કર્યું'- ભાજપ મંત્રી - Gujarat Assembly Monsoon session
  2. ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ વિપક્ષ સામે મુકી ખુલ્લી ચેલેન્જ, કેમ કહ્યું 'હું તૈયાર છું'? - Gujarat Assembly Monsoon session

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.