ETV Bharat / state

'ડિજીટલ ખંડણીખોર ઝડપાયો', QR કોડ મોકલી વેપારી પાસેથી ઓનલાઈન ખંડણી વસૂલી - blackmailer arrested in surat

આજના જમાનામાં ટેકનોલોજી અને ઓનલાઈનનો વ્યાપ વધી રહ્યો છે, એમાં પણ ખાસ કરીને ગુગલ પે,ભીમ એપ અને પીટીએમ જેવા માધ્યમોથી રોકડ રકમની આપ-લેમાંથી લોકોને ઘણી રાહત મળી છે. બીજી તરફ અસામાજિક તત્વો અને ભેજાબાજો પણ આ ડિજીટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ દ્વારા સાયબર ક્રાઈમ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે, પરંતુ સુરતમાં એક માથાભારે શખ્સનું એવું કારસ્તાન જોવા મળ્યું કે, જેણે એક વેપારી પાસેથી ઓનલાઈન ખંડણી વસુલી, શું છે સમગ્ર મામલો જાણો વિસ્તારથી... blackmailer arrested in surat

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 8:52 AM IST

સુરતમાં ગૂગલ પે મારફતે કયુઆર કોડ મોકલી ઓનલાઈન ખંડણી વસૂલ કરનાર આરોપીની થઈ ધરપકડ
સુરતમાં ગૂગલ પે મારફતે કયુઆર કોડ મોકલી ઓનલાઈન ખંડણી વસૂલ કરનાર આરોપીની થઈ ધરપકડ (etv bharat gujarat)
આરોપી ગૂગલ પે મારફતે પોતાનું કયુઆર કોડ મોકલી ઓનલાઈન ખંડણી વસૂલ કરતો (etv bharat gujarat)

સુરત: ઓનલાઇન વેપારીઓને ધમકાવી google pay મારફતે વસૂલી કરનાર આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા દિવસોથી ઉધના વિસ્તારમાં આવેલ કારખાનેદારોને ફોન કરીને તેમને ધમકી આપતો હતો. જેમાં તે કેહતો હતો કે, "કારખાનું ચલાવવું હોય તો તમારે પૈસા આપવા પડશે નહિ તો જાનથી મારી નાખીશ." આ ધમકી આપનાર વ્યક્તિ પૈસા વસૂલીનું કામ ઓનલાઇન કરતો હતો એટલે કે, જેતે વેપારીને પોતાનું ક્યુઆર કોડ મોકલી તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. જેમાં એક ફરિયાદી વેપારીને ધમકાવતા તેણે પ્રથમ વખત દસ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ફરીથી આરોપીએ ધમકાવતા ફરિયાદી વેપારીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓનલાઈન ખંડણી વસૂલ કરનાર આરોપીની થઈ ધરપકડ
ઓનલાઈન ખંડણી વસૂલ કરનાર આરોપીની થઈ ધરપકડ (etv bharat gujarat)

રોકડ તેમજ ઓનલાઈન ખંડણી: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળે છે કે, ઉધનામાં આયેશા ફેશનના નામે લેડિઝ કુરતી અને પેન્ટનું કારખાનું ચલાવતી વ્યક્તિને ધાકધમકી આપી ટપોરીએ રોકડા 12 હજાર સાથે આઠ હજારની ખંડણી ઓનલાઈન પડાવી હતી.

ડિજીટલ ખંડણીખોર ઝડપાયો'
ડિજીટલ ખંડણીખોર ઝડપાયો' (etv bharat gujarat)

વાસ્તવમાં ઘટના એમ હતી કે, ઉધના અમૃતનગરમાં રહેતા અને રામકૃષ્ણ સોસાયટીમાં આયેશા ફેશનના નામે લેડિઝ કુરતી અને પેન્ટનું કારખાનું ધરાવતા અજય ભગવાનદાસ ગજ્જરના કારખાને ગત 8મી જૂને એક શખ્સ આવ્યો હતો. જેનું નામ અમન પ્રભાકર શર્મા હતું. અમને અજય ભગવાનદાસ ગજ્જરને ધમકી આપતા કહ્યું કે, "ખાતું ચલાવવું હોય તો 10 હજારનો હપ્તો આપવો પડશે" તેમ કહી તેણે 10 હજારની ખંડણી વસૂલી હતી. જોકે બાદમાં આ સિલસિલો હંમેશનો થઈ ગયો હતો. ત્રીજા દિવસે આ શખ્સ ફરીથી કારખાને પહોંચ્યો હતો અને ફરીથી 10 હજારની ખંડણી માંગી 2000 રોકડા લઈ લેવાની સાથે 8 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. 21મીએ ફરીથી આવી ખંડણી માંગી ધમકી આપતાં કારખાનેદારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આજરોજ ઉધના પોલીસે આરોપી અમન શર્માને ઝડપી પાડ્યો છે. અમન શર્મા આ પહેલા એકાઉન્ટન્ટનું કામ કરતો હતો અને તેની નોકરી છૂટી જતા તેણે હવે હપ્તા વસૂલીનું કામ શરૂ કર્યું હતું. હાલ તો સમગ્ર મામલે ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

  1. ખેડૂતો પાસેથી ટ્રેક્ટર પડાવતો ચીટર ઝડપાયો, પોલીસે 20 ટ્રેક્ટર રિકવર કર્યા, જાણો ભેજાબાજની મોડસ ઓપરેન્ડી - Gandhinagar Crime
  2. કાયદો હાથમાં લેનારા લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવ્યો, સરકારી હોસ્પિટલમાં કરી હતી ધમાલ - Porbandar News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.