ગાંધીનગર: ગાંધીનગરની અંદર આજે ગુજરાત વિધાનસભા 2024નું ચોમાસુ સત્ર શરૂ થયાને પહેલો દિવસ છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીયજળ શક્તિમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
સદસ્યતા અભિયાન 2024ની રુપરેખા અંગે ચર્ચા:
ભારતીય જનતા પાર્ટીની મળેલી આ સદસ્યતા અભિયાનની બેઠકમાં આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા, કયા પ્રકારના અને કેવી રીતે સદસ્યો જોડાય તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી સંગઠન પર્વ પૂર્વે સદસ્યતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા નવી દિલ્હી ખાતે મળેલી બેઠક બાદ ગુજરાતમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે બપોરે 1:30 વાગે આગામી 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાન 2024ની રૂપરેખા અંગે એક કાર્યશાળા યોજાઇ રહી છે.
આ કાર્યશાળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલે ખાસ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાનમાં કેવા કેવા સદસ્યોને સામેલ કરવા તેના અંગે માર્ગદર્શન આપ્યું.
યજ્ઞેશ દવેએ વાત કરી હતી કે, ભાજપના રાષ્ટ્રીય સ્તરે 10 કરોડથી વધુ અને ગુજરાતમાં 2.4 કરોડથી વધુ સભ્યો છે. હવે 1 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા સદસ્યતા અભિયાનમાં નવા સભ્યોનો ઉમેરો કરવા માટે પ્રયાસો થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે અગત્યતા અભિયાનમાં પાછલી વખતે કરતા વધારે સદસ્યો જોડાઈ તેવા તેમના પ્રયાસો રહેશે.