ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી છે. આજે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહએ ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહ અમદાવાદથી સીધા જ ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના હોય પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ: લોકસભાની ચૂંટણીઓને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
આપકી બાર 400 પારનો નારો આપ્યો: અમિત શાહ એ જણાવ્યું કે, નરેન્દ્ર ભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છે આપકી બાર 400 કે પારને નારા સાથે લોકો વહેલી સવારે ઘરમાંથી નીકળીને વોટ નાખવા જાય 10:00 વાગ્યા પહેલા પહેલા લોકો વોટ કરીને જાય છે કેમકે અત્યારે ગરમીનો પારો ખૂબ આસમાને છે અમિતભાઈ વધુમાં જણાવ્યું કે, અહીંથી અડવાણી પણ ચૂંટણી લડ્યા હતા વધુ વટો થી હું જીતીશ તેવો દાવો વ્યક્ત કર્યો હતો.