ETV Bharat / state

ભુજના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી, છત કડડભૂસ થતા દોડધામ મચી - Kutch weather update

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 5:52 PM IST

જિલ્લામથક ભુજમાં એક બિલ્ડિંગ પર વીજળી પડી હોવાની માહિતી સામે આવી છે. સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડતા બાલ્કનીનો સ્ક્રેપ નીચે પડતાં ઢોસા હાઉસમાં નુકસાન થયું હતું.

ભુજના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી
ભુજના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી (ETV Bharat Reporter)

કચ્છ : જિલ્લામથક ભુજમાં સવારથી જ ઉકળાટભર્યો માહોલ સર્જાયો હતો. લોકોએ આકરો બફારો અનુભવ્યો, ત્યારે બપોરના સમયે ભુજમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ દરમિયાન ભુજમાં કડાકાભેર વીજળી પડી હતી.

સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી, છત કડડભૂસ (ETV Bharat Reporter)

સનરાઈઝ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના : ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી. જ્યાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલકની પર વીજળી પડતાં બાલ્કનીનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ નિત્યાનંદ ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્ક્રેપ પડ્યો હતો. આ સ્ક્રેપ ઢોસા હાઉસના પતરા તોડીને હોટલમાં અંદર પડતા નુકસાની થઈ હતી. જોકે સ્ક્રેપનો થોડોક ભાગ રસ્તા પર પણ પડ્યો હતો. જોકે આ બિલ્ડીંગ જર્જરિત હતી, જેથી છતનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

કચ્છમાં મેઘમહેર : નોંધનીય છે કે, રાજ્યભરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં લોકોએ ભારે ઉકળાટનો અનુભવ કર્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 10 તાલુકા પૈકી 8 તાલુકાઓમાં વરસાદ હાજરી પુરાવી હતી. સાથે જ ગાંધીધામ,અંજાર, ભચાઉ અને માંડવીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

  1. કચ્છમાં મેઘરાજાની પધરામણી, માંડવી અને ગાંધીધામમાં ધોધમાર વરસાદ
  2. બનાસકાંઠામાં મેઘરાજાના શ્રી ગણેશ, વાવના ડેડાવા ગામે વીજળી પડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.