કચ્છઃ આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં છ જેટલા એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવિધ ત્રિમાસિક અને વાર્ષિક હિસાબોની ચર્ચા કરવામાં આવી હતી તો સાથે જ કેટલાક ઠરાવોને પણ બહાલી આપવામાં આવી હતી. તો વિપક્ષ દ્વારા શહેરની વિવિધ સમસ્યાઓને લઈને ગળામાં બોર્ડ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં વર્ષ 2024 ના જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક હિસાબ વર્ષ 2023- 24 ના વાર્ષિક હિસાબ તેમજ નાણાકીય વર્ષ 2024 -25 ના એપ્રિલથી જૂન ત્રિમાસિક હિસાબ અને નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા મંજૂરીની અપેક્ષા રાખવામાં આવેલા કામોને બહાલી આપવા અંગે તેમજ પ્રમુખ શાંતિ કરવામાં આવેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.
ભુજ નગરપાલિકાના ત્રિમાસિક અને વાર્ષિક હિસાબો રજૂ કરાયા
ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં જાન્યુઆરી 2024 થી માર્ચ 2024 નું ત્રિમાસિક હિસાબ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ઓપનિંગ બેલેન્સ 50.82 કરોડ કુલ આવક 34.84 કરોડ કુલ ખર્ચ 19.71 કરોડ દર્શાવવામાં આવ્યું હતું તેમ જ ક્લોઝિંગ બેલેન્સ 65.95 કરોડ દર્શાવવામાં આવ્યું હતું. તો એપ્રિલ 2024 થી જુન 2024 નું ત્રિમાસિક હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ઓપનિંગ બેલેન્સ 65.95 કરોડ ફુલ આવક 14.49 કરોડ કુલ ખર્ચ 15.59 કરોડ અને ક્લોઝિંગ બેલેન્સ 64.96 કરોડ દર્શાવવામાં આવી છે.
41 જગ્યાઓ ભરતી બઢતીથી નિયમ મુજબ ભરવા માટેનો ઠરાવ
આ ઉપરાંત સામાન્ય સભાના એજન્ડામાં વિવિધ વિકાસના કામો માટેના ઠરાવોને પણ બહાલી આપવામાં આવી હતી. તો ભુજ નગરપાલિકા કચેરીના મંજૂર થયેલા મહેકમની ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 41 જેટલા કર્મચારીઓ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ચર્ચા વિચારણાના અંતે ગાંધીનગરના હુકમથી મંજૂર થયેલી 41 જગ્યાઓ ભરતી બઢતીથી નિયમ મુજબ ભરવા માટેની કાર્યવાહી તાત્કાલિક કરવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની કાર્યવાહી કચ્છ યુનિવર્સિટી મારફતે કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જેને આજે સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.
ડ્રેનેજ લાઈન પાથરવા, તેમજ વિવિધ ખર્ચ મજબૂર કરવા માટેના ઠરાવો
સામાન્ય સભામાં પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બોજ નગરપાલિકાના વાહનમાં કરવામાં આવેલ કામગીરીના ખર્ચ મંજુર કરવા બાબતે વરસાદી સિઝનમાં ધ્યાનમાં રહીને ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ તમામ વરસાદી નાળાની સફાઈની કરેલી કામગીરીના ખર્ચ મંજૂર કરવા અંગે ભુજ નગરપાલિકા પાણી પુરવઠા કામે એમ એસ પાઇપલાઇન ખરીદવા અંગે વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન પાથરવા માટે ભુજ નગરપાલિકાના પાણી પુરવઠાનો અર્યંતનગરનો ટાંકો તોડી પાડવા માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓને પરત ફરજ પર લેવા બાબતે વિરોધપક્ષે વિરોધ નોંધાવ્યો
આ ઉપરાંત ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન કર્મચારીઓ સાથે રટેલા અકસ્માતોમાં થયેલા હોસ્પિટલ ખર્ચ ના બિલ મંજૂર કરવા બાબતે પણ ઠરાવ કરવામાં આવ્યા હતા. તો સાથે જ ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓને પરત ફરજ પર લેવા બાબતે પણ ખાસ વાત કરવામાં આવી હતી. જેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તો વિરોધ પક્ષના નગરસેવકોએ ભુજ શહેરની વિવિધ સમસ્યાઓ સંબંધિત મુદ્દાઓ લખીને ગળામાં બોર્ડ લટકાવીને વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષની રજૂઆત સાંભળીને સમસ્યાઓ દૂર કરવા માટે બાહેંધરી
ભુજ નગરપાલિકાના પ્રમુખ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. તેમાં સર્વ સંમતિ ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી તો સાથે જ વિપક્ષ દ્વારા જે પણ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, તે આગામી સમયમાં દૂર કરવા માટે પણ બાંયધરી આપવામાં આવી છે. વિપક્ષે જે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા વિવિધ હિસાબો અને માહિતી પૂરી પાડવામાં આવતી નથી તેના માટે ભુજ નગરપાલિકાના ચેફ ઓફિસરને પુરતી માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે.
વિપક્ષના વિવિધ બાબતે આક્ષેપો
ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના આઠ જેટલા નગરસેવકોએ ભુજ શહેરની જે જે સમસ્યાઓ છે તેમના પોસ્ટરો ગળામાં લટકાવીને વિરોધ નોંધાયો હતો જેમાં રોડ રસ્તામાં ખાડાઓની સમસ્યા ગટરના પાણી ભરાવાની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા તેમજ શહેરમાં સીટી બસની ફાળવણીની સમસ્યા અંગેના પોસ્ટરો ગળામાં લટકાવવામાં આવ્યા હતા. તો નગરપાલિકા પાસે હિસાબ તેમજ માહિતી વિપક્ષ દ્વારા માંગવામાં આવે છે તે આપવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.