ભાવનગર : ભાવનગર શહેરના બાટલ લાઈબ્રેરી પાસે 400 વર્ષ જુના બહુચરાજી માતાજીના મંદિરમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક સાગરભાઈ દવે વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈને લોક શિક્ષક બન્યા છે. જો કે આ શિક્ષકનું ચાર દીવાલો વચ્ચેનું શિક્ષણ અને દીવાલો વગરનું સમાજના લોકો માટેના શિક્ષણ વચ્ચેનો તફાવત શું છે ? તે જાણવાનો પ્રયત્ન કર્યો છે.
400 વર્ષ જુના બહુચરાજી માતાજીના શરણમાં શિક્ષક કથાકાર વ્યાસપીઠ પર : ભાવનગર શહેરના બાર્ટન લાઈબ્રેરી પાસે આવેલા 400 વર્ષ જૂના બહુચરાજી માતાજીના મંદિરે હાલ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર કથાકાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા સાગરભાઇ દવે બિરાજમાન છે. સાગરભાઇ દવે આમ તો સરકારી શાળાના શિક્ષક છે અને બાળકોને અભ્યાસ કરાવે છે. પરંતુ પોતાનું જ્ઞાન વહેંચવા માટે હવે તેઓ બાળકોની સાથે સમાજના લોકોને પણ ધર્મનું શિક્ષણ ભણાવી રહ્યા છે.
પહેલાં તો વાસંતિક નવરાત્રીના આપ સૌને જય માતાજી. વેદમાં પણ સૂત્ર છે મંત્ર છે. દરેક દિશાઓમાંથી શ્રેષ્ઠ વિચાર મળે અને વિચાર વ્યાપક થાય એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ મહત્વ અથવા તો વ્યક્તિત્વ છે તે પણ વ્યાપક થતો હોય છે. આમ તો ચાર દીવાલની વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવા અને ચાર દીવાલ નીકળી જાય અને શિક્ષકમાંથી જ્યારે લોક શિક્ષક થઈ જાય. આમ પણ મૂળભૂત શિક્ષકનું કામ છે વિચારોને વહેતા કરવા વિચારોની ખેતી કરવી અને ખાસ કરીને કથાના માધ્યમથી મારું આખું ઘડતરને ચણતર કે જે પૂજ્ય ભાઈશ્રીની સંસ્થા છે તો મૂળભૂત કર્મ તો આ કથા કર્મ જ છે. પણ સાથે જે બાય પ્રોડક્ટ શિક્ષક થયા તો મને એમ નથી લાગતું કે શિક્ષક અને લોકશિક્ષક આ બંને અલગ જ હોય. એક જ આયામના આ બંને અલગ અલગ પાસાઓ છે. પણ હા એ જે અનુભવ છે એ અનુભવ અહીંયા બહુ સારી રીતે કામ આવે છે. કારણ કે વિદ્યાર્થીના માનસને સમજવું કે શ્રોતાના માનસને સમજવું આમાં બહુ ફરક નથી, તો શિક્ષકમાંથી લોકશિક્ષકની યાત્રાની વિચારોની એક મોટી હરણફાળ છે..સાગરભાઈ દવે ( શિક્ષક અને કથાકાર )
દેવી ભાગવત તત્વકથા કરવાનું મન બનાવ્યું : આ અનોખી કથાનું આયોજન કરનારા પીયૂષગિરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આમ તો આ સવાલ અઘરો છે એનો જવાબ દેવો અઘરો છે. એના વિશે કહું તો બીજા કથાકાર દેખાય પણ સાગરભાઇ વિશે કહું તો એનું નામ જ સાગર છે કે વિશાળ છે. એની પાસે એટલું બધું અદભુત જ્ઞાન છે કે સરળ શૈલી જે સમાજને મળે છે. અત્યારે જે કથાઓ ચાલી રહી છે એનાથી કાંઈક હટકે અને સતત ચાર કલાક એ બોલતા હોય છે, તો માણસો હલવાનું નામ નથી લેતા, એને જે પકડ છે ભાષા ઉપર એ અદભુત છે અને જે વિષય રજૂ કરવાની એની કળા છે કે માણસના મગજમાં ઉતરી જાય. નાના હોય કે મોટા હોય દરેકને એ પસંદ આવે. આ મેં તો એમની સાથે ચાર કથાઓ કરી છે કારણ કે મારું કામ વિડીયોગ્રાફીનું છે તો એમની સાથે કથા કરી છે. એ દ્વારા મારા કામ દ્વારા એને માણવાનો મને લાભ મળ્યો છે. મને એમ થયું કે એમની પાસે આપણે એક દેવી ભાગવત કથા કરાવીએ અને અમારા મંદિર સાથે પણ એમાં ભગવતી સાથે જોડાયેલા છે. અવારનવાર અહીંયા મુલાકાત થતી હોય અને મા વિશે એના વક્તવ્ય પણ અમે સાંભળી રહ્યા છે. આ ઉપરથી અમને એને દેવી ભાગવત તત્વકથા કરવાનું મન છે.